Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૬ ] ઇતિહાસની પૂર્વભૂમિકા
[ ગ. મધુમતી–મુલ્યાઃ સૌરાષ્ટ્રમાં પૂર્વ-દક્ષિણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મહુવા બંદરનું જૂનું નામ “મધુમતી' મળે છે. મૈત્રકવંશના શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૦ ના દાનશાસનમાં “સુરાષ્ટ્રમાં મધુમતીધારે આવેલા
સેનગ્રામને નિર્દેશ થયો છે. ૩૫૯ આ “મધુમતી' તે “મહુવા છે. દશકુમારચરિતમાં મધુમતીના સાર્થવાહને પુત્ર બલભદ્ર મધુમતીથી આવી વલભીના ગૃહગુપ્તની પુત્રી રત્નવતી સાથે પરણ્યા હોવાનું કહ્યું છે. ૨૦ “મધુમતી'માં વિ. સં. ૧૦૮(ઈ. સ. પર)માં જાવડિ નામને ધનપતિ રહેતે હેવાનું વિવિધ તીર્થકલ્પમાં કહ્યું છે. પુરાતનપ્રબંધસંગ્રહના “વજસ્વામિકારિતશત્રુદ્ધારપ્રબંધમાં ગુરુ વજરવામ “મધુમતીનગરીમાં આવ્યા તેમણે મધુમતીમાં રહેતા સૌરાષ્ટ્રક પ્રાવાટ ભાવડ શેઠના પુત્ર જવાને ઉપદેશ આપી એના દ્વારા શત્રુજ્ય તીર્થને ઉદ્ધાર કરાવ્યો હેવાનું કહ્યું છે, ત્યાં આ નગરને “મુહુયા પણ કહ્યું છે૩૨
મંડલીઃ “મંડલીઝંગ' તરીકે નાના તાલુકાના પ્રકારને સૌથી જૂને ઉલેખ મૈત્રકવંશના ગુહસેનના ઈ. સ. પ૬૪ ના દાનશાસનમાં થયેલ જેવા મળે છે. ૩૬૩ બીજો ઉલ્લેખ શીલાદિત્ય ૧ લાના ઈ. સ. ૬૦૯ અને ખગ્રહ. ૧ લાના ઈ. સ. ૬૧૬ ના દાનશાસનમાં થયેલ છે.૩૬૪ મંડલીદંગ’નું વડું મથક મંડલી (હાલનું માંડલ”) સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના રાજુલા મહાલમાં રાજુલાથી પૂર્વે ૧૬ કિ. મી. (૧૦ માઈલ) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મુખ્ય મથક મહુવાથી પશ્ચિમે અંદાજે વીસેક કિ. મી. (બારેક માઈલ) ઉપર આવેલું છે.
ભદ્વપત્તન: એ સમયના આ કોઈ મહત્વના લાગતા નગર પાસે છાવણી નાખ્યા ઉલ્લેખ ધરસેન ૨ જાના ઈ. સ. ૭૧,૫૮૮, ૧૪૯, ૫૮૯, અને યુવસેન ૨ જાના ઈ. સ. ૬૩૮ ના, દાનશાસનમાં થયેલ છે. ૩૫ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મહુવાની ઉત્તરપૂર્વે સાતેક કિ. મી.(ચાર માઈલ) ઉપર આવેલું “ભાદરેડ ગામ પુરાતન છે અને એ આ ભદ્રપત્તને હેવાની શક્યતા છે. ભાદરેડ' માટે સંજ્ઞા ઊતરી આવવાને સં. શબ્દ મદ્રપાર જોઈએ; પરના અને પાટ એકાર્યવાચી હોઈ, મૂળમાં એ મદ્રપાર હોય, અને મપત્તન પણ કહેવાતું હોય.
કેટિનગર: પ્રબંધમાં “કેટિનગર તરીકે જે ઉલિખિત થયું છે તે દક્ષિણ સૌરાષ્ટ્રનું, અમરેલી જિલ્લામાં મૂળદ્વારકા નજીક આવેલું “કોડીનાર સમજાય છે; એ જૂનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ પ્રભાસપાટણથી અગ્નિકેણે ચાળીસેક