Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫ર ]
ઈતિહાસન પૂર્વભૂમિકા
રહેલી વસાહત આસપાસ ખંડિયેર મોટા વિસ્તારમાં પડ્યાં હશે, જે જયાં હેવાનું ઈસ. ૧૦૩૦માં ભારતવર્ષમાં આવેલા અરબ મુસાફર અલ્જીરૂનીએ પિતાના પ્રવાસગ્રંથમાં લખ્યું છે.૩૧૭
વલભી વિશે ગુણાઢથની બૃહકથાને આધારે, ભલે મોડેથી, લખાયેલા સોમદેવના કથાસરિત્સાગરમાં જીમૂતવાહનની વાતમાં નિર્દેશ મળે છે. ૧૮ ધાર્મિક ક્ષેત્રે પણ મૈત્રકકાલ પહેલાં એ પ્રસિદ્ધ હતું. જૈન ધર્મના સંપ્રદાયને લગતી પ્રણાલિકથાઓ વલભીની ધર્મપ્રવૃત્તિને ઈ. સ.ની ૧ લી સદી સુધી લઈ જાય છે. ત્યાં જ જૈનાગમની બીજી વાચના નાગાર્જુને ઈ. સ. ૩૦૦-૧૩ના અરસામાં સિદ્ધ કરી હતી, તે દેવર્કિંગણિ ક્ષમાશ્રમણે માથુરી વાચના અને નાગાર્જુનવાળી વાલભી વાચનાનાં પાઠાંતરોની તુલનાત્મક વાચના ઈ. સ. ૪૫૩-૬૬ ના અરસામાં
ત્યાં જ સાધી હતી.૩૧૯ બૌદ્ધ આચાર્ય ગુણમતિ અને સ્થિરમતિએ પિતાની વિખ્યાત કૃતિઓ વલભી નજીકના વિહારમાં રહી રચી હતી.૩૨૦ મિત્રકનું શાસન શરૂ થતાં રાજધાનીના આ નગરનો ભારે ઉત્કર્ષ થયે હતે. ચીની યાત્રી યુઅન સ્વાંગે આ નગરની મુલાકાત લઈ આશ્ચર્ય અનુભવ્યું હતુ,૩૨૧ તો ઈ-સિંગે વલભીના વિદ્યાપીઠને નાલંદાના વિદ્યાપીઠની હરોળમાં હોવાનું કહ્યું હતું.૨૨ જેના દર્શનમાં મહત્વના ગણાતા નયચક્ર' નામના ગ્રંથને રચનાર મલ્યવાદી વલભીનો હતે, તે “રાવણવધ” નામનું (વ્યાકરણાત્મક) મહાકાવ્ય રચનાર ભદિ કવિ વલભીમાં હતો.૩૨૩ દંડીના “દશકુમારચરિત'માં વલભીના એક નાવિકપતિને કુબેરના જેવી સમૃદ્ધિવાળે કહેવામાં આવ્યો છે. ૩૨૪ પાણિનિના ગણપાઠમાં ગણવેલી નગરીઓમાંની વલભીની જાહેરજલાલીને સમય પાણિનિના સમયથી લઈએ તે એ લાગલગાટ પંદરસો વર્ષ જેટલે તે સહેજે ગણાય.
જૈન પ્રબંધોએ વલભીને લગતા ઉલ્લેખ કર્યા છે, તેમાં મલવાદીને પ્રસંગ પ્રભાવરિત અને પ્રબંધકેશે છે. ૨૫ પ્રબંધચિંતામણિ, વિવિધતીર્થ. કલ્પ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં મારવાડથી વલભીમાં આવી વસેલા કાકુ વણિકને પ્રસંગ આપી એના દ્વારા વલભીભંગ થયાનું કહ્યું છે ૩૨ પ્રબંધચિંતામણિમાં તથા વિવિધતીર્થકલ્પમાં વલભીનો ભંગ થવામાં હતો ત્યારે ત્યાંના ચંદ્રપ્રભ(ની મૂર્તિ) પ્રભાસમાં અને વર્ધમાન વીરની પ્રતિમા શ્રીમાલપુરમાં ગયાનું નેપ્યું છે.૩૨૭
વલભીનું લાંબા સમય સુધી કોઈ પણ સ્વરૂપમાં અસ્તિત્વ હોય એવો ઉલેખ પ્રભાવક્યરિતમાં થયો છે, જ્યાં આ. હેમચંદ્ર સાથે યાત્રાએ નીકળે