Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
. ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલેખે
[ ૩૨૭ તીર્થયાત્રામાં સુરાષ્ટ્રમાંનાં પુણ્ય આયતન બતાવતાં ચમાસોન્મજજન' “ઉદધિતીર્થ પ્રભાસ “પિંડારતીર્થ” “ઉજજયંત ગિરિ અને દ્વારકા'ને ઉલ્લેખ કરે છે.૧૨૧ આ પહેલાં જ અગ્નિતીર્થ તરીકે પ્રભાસને ત્યાં નિર્દેશ થયા છે, જ્યાંથી સરસ્વતી સાગર સંગમ તીર્થે જવાનું કહ્યું છે.૨૭ મહાભારતમાં પ્રભાસ વિશે બીજા પણ નિર્દેશ તો છે જ, પરંતુ મૌસલપર્વમાં યાદના આપસ-આપસમાં થયેલા સંહારના થાનકમાં ઉલ્લેખ નોંધપાત્ર છે. નજીકના જ સ્થાનમાં જરા લુબ્ધકને હાથે શ્રીકૃષ્ણના પગમાં બાણ વાગ્યું અને (સંભવતઃ હરિણી-સરસ્વતીસંગમ ઉપરના પશ્ચિમ કાંઠા ઉપર) શ્રીકૃષ્ણને દેહત્સર્ગ થયો એમ ત્યાં કહેવામાં આવ્યું છે. ૨૮ ધ્યાનમાં લેવા જેવું તે એ છે કે મહાભારતમાં “પ્રભાસ સાથે સોમેશ્વર શિવને સંબંધ જાણવા મળતો નથી, પરંતુ શલપર્વમાં સોમ-ચંદ્રને સંબંધ જોવા મળે છે, જ્યાં ક્ષયરોગથી પીડાતા ચંદ્રને પ્રભાસમાં શાપમાંથી નિવૃત્તિ થઈ હતી એમ કહેવામાં આવ્યું છે. ૧૨૯ ભાગવતપુરાણમાં આ વિશે મૌન છે, પરંતુ પ્રભાસ અને પશ્ચિમ-સરસ્વતીનો સંબંધ ત્યાં સ્પષ્ટ છે.૧૩૦ સર્વેદનાં ખિલ સુતોમાં પ્રાચી સરસ્વતી અને સોમેશ્વર વિશે નિર્દેશ છે, ૧૩૧ પરંતુ ત્યાં “પ્રભાસ વિશે કશું નથી. ભૈરવ(કાલાગ્નિ રુદ્ર)રૂપે શિવજી પ્રભાસક્ષેત્રમાં વસ્યા છે એવો પ્રથમ ઉલ્લેખ સ્કંદપુરાણમાં થયો જાણવામાં આવ્યો છે. ૧૨૨ સ્કંદપુરાણ તો એનો સાતમો ખંડ “પ્રભાસખંડ” તરીકે આપી એમાં શરૂના અધ્યાયમાં “પ્રભાસક્ષેત્રમાહાય બાંધે છે; એના પછી વસ્ત્રાપથક્ષેત્ર(ગિરનાર આસપાસનું) માહાતમ્ય, ત્રીજુ “અદખંડમાહાસ્ય અને ચોથું દ્વારકામાહાસ્ય આપે છે. સ્કંદપુરાણમાં આ ખંડમાં પ્રભાસ ક્ષેત્રમાં આવેલાં અનેક દેવાલય અને નાનામાં નાનાં તીર્થરથાનેનું પણ ખૂબ ઝીણવટથી સ્થાનનિર્દેશાત્મક નિરૂપણ મળે છે, જેના ઉપરથી સ્કંદપુરાણના સમયમાં એ તીર્થની સબળ જાહોજલાલી સમજી શકાય એમ છે; એ ક્ષેત્રને વિરતાર પણ બાર એજનને કહ્યો છે. ૧૩૩
જૈન સાધનોમાં પ્રભાસને ક્ષેત્ર તરીકે પ્રબંધચિંતામણિમાં પરિચય આપવામાં આવ્યો છે, જ્યાં એને સરસ્વતી નદીના આશ્લેષમાં તત્પર લવણ જલમાં પ્રણય કરનાર તરીકે કહેવામાં આવેલું છે. ૧૩૪ એ ગ્રંથમાં શ્રીપત્તનમાં- પ્રભાસક્ષેત્રમાં ચંદ્રપ્રભને વરપાલે પ્રણિપાત કર્યાનું કહ્યું છે.૧૩૫ વિવિધતીર્થકલ્પમાં વસ્તુપાલની કીર્તિ ક્યાં ક્યાં ગવાતી હતી એ સ્થળોમાં પ્રભાસ સુધી’ શબ્દ મળે છે અને પ્રભાસમાં ચંદ્રપ્રભ સ્વામી હોવાને નિર્દેશ કર્યો છે. પ્રભાસપાટણનાં દેરાસરમાં ચંદ્રપ્રભનું દેરાસર આમ જૂનું છે એ સમજાય છે. પુરાતનબધ