Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું]
પ્રાચીન ભોગેલિક ઉલલેખે છે. વિવિધતીથ કલ્પમાં સિકતાને સુવણરેહા’ કહી છે. ૨૩એ આ “સુવર્ણરેહા' એટલે સં. સુવર્ણરવા જે એના વત માન “નરેખ સાથે વધુ સામ્ય ધરાવે છે.
આમિલેખિક ઉલ્લેખોમાં તેમજ ગ્રંથસ્થ ઉલ્લેખમાં કેટલીક નદીઓકેટલાક લોકળા ૨૪ જાણવામાં આવ્યા છે, જેમાંનાં કોઈને સ્થળનિર્દેશ થઈ શકે છે, કોઈને નથી પણ થતો. ગુર્જરનૃપતિવંશના દ૬ ૨ જાના ઈ. સ. ૪૫ -૯૬ ના દાનશાસનમાં અકુલેશ્વર(અંકલેશ્વર) વિષયમાં આવેલી “વરંડા” નદી રાઈધમ (અત્યારે અનભિજ્ઞાત) ગામની દક્ષિણે વહેતી કહી છે; એ પંથકમાં એ અત્યારે “વંદ-ખરી” નામે જાણીતી છે. ધરસેન ૨ જાના ઈ. સ. પ૭૧ ના એક દાન શાસનમાં “નિંબકૂપરથલીના સંદર્ભમાં “વત્સવહક નદી સચવાઈ છે, જે દેવરક્ષિત પાટકે ( ? )ની પશ્ચિમ-દક્ષિણે હતી. એના ઈ. સ. ૫૮૯ ના દાનશાસનમાં સૌરાષ્ટ્રમાં (ઝાલાવાડમાં) થાન નજીકની કોઈ “પપ્રિમત્તિ’ નદી કહી છે. એ જ રાજાને નામે લખાયેલાં શક સં. ૪૦૦ (? ઈ. સ. ૪૭૮) નાં દાનશાસનમાં એકમાં “કંતારગ્રામષડશ[]ત'(કતારગામનાં ૧૧૬ ગામોના ઝૂમખા)માં નંદીઅરક (કે નંદીસર) ગામની દક્ષિણે “મદાધિ” નદી કહી છે. જે જાણીતી મીઢોલા’ - દી સમજાય છે, જેને જંગલમાં “મદાવા” જ કહે છે, જ્યારે બીજા દાનશા સનમાં “ધરાય વિષયમાં ‘વિકિલિસ” ગામની ઉત્તરે અનેરા નદી કહી છે; આ પકડાઈ નથી. ધ્રુવસેન ૨ જાના ઈ. સ. ૬૩૧ ના દાનશાસનમાં ખેટકાહાર વિષયના કાણક પથક માં મલિવાપીવહ ‘ભત્રીશ્વરતાવહ’ અને વીરવર્મતતાકવહ’ સચવાયા છે, જે પકડી શકાતા નથી. શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૬ ના દાનશાસનમાં એક “વંશટિકા નદી સૂચવાઈ છે; “કાલાપકપથક નો સંબંધ હોવાથી જામનગર જિલ્લાના કાલાવડ મહાલની આ રાઈ નદી છે. મૈત્રકોના દાનશાસનમાં આવતા વંશકટ” ગામ સાથે સંબંધ શથિ છે, પણ એ ગામને પત્તો લાગ્યો નથી. એ જ રાજાના ઈ. સ. ૬૪૯ ના દાનશાસનમાં મધુમતી દ્વાર” શબ્દથી સમુદ્રસંગમની નજીક જઈ પહેચેલી “મધુમતી' નદી અને નજીકના પ્રદેશની ભાણુઈજિકા’ નદી ઉલિખિત થયેલી છે. સૌરાષ્ટ્રમાં આવેલું દેસેનક” ગામ મધુમતીના મુખ નજીક કહ્યું છે એની પૂર્વે પિંકૂપિકા' નામને “વહ' (વોકળો) કહ્યો છે. મધુમતી નદી એટલે નિકોલની ખાડી. “માણુઈજિજકા' નદી એટલે હાલમાં સુકાઈ ગયેલે “માલનને પટ. આ “મહુવા’ની નજીકનાં સ્થાન છે. શીલાદિત્ય ૬ કે ના ઈ. સ. ૭૫૯ ના દાનશાસનમાં સૂર્યપુર વિષયમાં વાઈકા” નદી જણાવી છે. આ દાનશાસનનાં પતરાં લુણાવાડામાંથી મળેલાં છે ને