Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ સુ]
પ્રાચીન ભૌગાલિક ઉલ્લેખા
[ ૩૩*
અપ્રાપ્ય જ રહેવાનું. નજીકમાં નીકળનારા અવશેષ એ પ્રદેશમાં લેાકાની અવરજવર અને અન્ય વસાહતેા કેટલી જૂની હતી એટલી સાખ આપે.
પ્રાન્ત્યાતિષ : ધારવતીના સંબંધમાં એક ખીજું નગર આવેલું જોવા મળે છે તે ‘પ્રાઝ્યાતિષપુર' છે. મહાભારતના સભાપ માં જોવામાં આવે છે કે જ્યારે શ્રીકૃષ્ણે નરકાસુરના પ્રાઝ્યોતિષપુર ગયા હતા ત્યારે શિશુપાલે પાછળથી આવી દ્બારવતી ઉપર ચડાઈ કરીને એને સળગાવી મૂકી હતી એવું રાજાઓ સમક્ષ કહેવાનું શ્રીકૃષ્ણના મુખમાં મુકાયું છે.૨૦૯ સભાપર્વમાં જ રાજયયજ્ઞની તૈયારીને ટાંકણે અર્જુનના ઉત્તર દિશાના દિગ્વિજયમાં કુિં, આનત, કાલકૂટ, સકલદ્વીપ (પાઠાંતર ઃ શાકલ=‘શિયાલકોટ’ પંજાબનું) અને સાત દ્વીપે। ઉપર વિજય મેળવી ભગદત્તની રાજધાની પ્રાયેતિષ સુધી પહોંચ્યા હતા. ત્યાં એની ઉપર વિજય મેળવી ઉત્તરમાં અંતગિરિ' બહિર્ગીરિ અને ઉપગિરિ’ના પ્રદેશના રાજાઓને જીત્યા.૨૧૦ આમ અર્જુનને આ વિજય ઉત્તર દિશાના પ્રદેશના હતા; એમાં ‘આન' કહ્યુ છે તેથી દ્વારકા જેની રાજધાની છે તે આન નહિ, અને ‘પ્રાયેાતિ' પણ એ રીતે ઉત્તરના પ્રદેશમાં આવેલું કહેવુ' જોઈ એ, ભગદત્તની સાથેના મુકાબલામાં કરાતા અને ચીનાએ ઉપરાંત સાગરાપવાસીઓની સહાય હતી એમ ત્યાં કહેવામાં આવ્યું છે. પહેલી એ જાતેા તે ઉત્તરમાં હતી, પરંતુ સાગર રૂપવાસીઓને કયાંના કહેવા ? ઉદ્યોગપર્વમાં યાનસંધિ-પેટાપર્વમાં ‘પ્રાઝ્યાતિષદુ’૨૧૧ અને એના રાજા નરકાસુર–ભૌમાસુર કહેવામાં આવ્યા છે અને શ્રીકૃષ્ણે એ નરકાસુર અને એના સહાયક મુરને હણ્યાનું પ ત્યાં કહ્યું છે.૨૧૨ પછી તે ભારતયુદ્ધમાં અર્જુને ભગદત્તનેા વધ કર્યાં હતા.૨૧૩ ભગદત્ત પછી એનેા પુત્ર વદત્ત રાન્ત થયેા. જ્યારે ભારતવિજય પછી યુધિષ્ઠિરના અશ્વમેધયજ્ઞ માટેના અશ્વ પ્રાઝ્યાતિષપુર ગયા ત્યારે અશ્વનું હરણ કરી લઈ જતાં વત્ત સાથે યુદ્ધ કરવુ પડયુ હતુ;૨૧૪ એના ઉપર વિજય મેળવી અર્જુન સૈંધા સાથે લડવા ગયેા હતેા.૨૧૫ અહી` ‘પ્રાચૈાતિષદુર્ગા' અને ‘પ્રાયેાતિષપુર’એ બેઉ, હકીકતે, એકરૂપ છે. ઉપરના બંને પ્રસ ંગેામાં એ નગર ઉત્તર દિશામાં હાઈ શકે, કારણ કે ઉત્તરના પ્રદેશમાંથી વળતાં સૈંધવા ઉપર આવી શકાય. પરંતુ અહીં સભાપર્વને એક નિર્દેશ કાંઈક ખીજી વાત કરે છે: જ્યાં શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને એમને સહાય કરે તેવા રાજાઓને ખ્યાલ આપે છે તેમાં ભગદત્ત વિશે કહેતાં ‘તમારા પિતાની જેમ તમારામાં સ્નેહે બંધાયેલા અને તમારામાં ભક્તિવાળા ભગદત્ત રાજા પશ્ચિમ દિશામાં પૃથ્વીના દક્ષિણ ભાગનું રક્ષણ કરી રહ્યો છે' એમ કહે છે.૨૧૧