Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૦ પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ
ગુજરાતના આદ્ય-ઐતિહાસિક કાલમાંથી ઐતિહાસિક કાલમાં સંક્રમણ કરતાં પહેલાં એની ભૂમિ તથા પ્રજાને લગતા ઐતિહાસિક ઉલ્લેખની, ખાસ કરીને સમગ્ર પ્રાચીન કાલને અનુલક્ષીને, સમીક્ષા કરીએ કે જેથી ઐતિહાસિક કાલના એ સંદર્ભ સમજવામાં સરળતા રહે. એવી રીતે ગુજરાતમાં કાલગણનાની જે જુદી જુદી પદ્ધતિઓ પ્રચલિત હતી તેને પણ પરિચય કરી લેવું આવશ્યક ગણાય.
ગુજરાતને સમસ્ત પ્રદેશ, એના મુખ્ય ભૌગોલિક એકમ, વહીવટી વિભાગો, પર્વત, નદીઓ, તીર્થો, નગરે ઈત્યાદિને લગતા અનેકાનેક ઉલ્લેખ પ્રાચીન કાલના સાહિત્યમાં તથા અભિલેખમાં મળી આવે છે તેના પરથી તે તે સ્થળ ક્યારે કયા નામે ઓળખાતું હતું ને એના મોટા સમૂહનાં નામોથી વ્યક્ત થતા વિસ્તારમાં ક્યારે કેવાં પરિવર્તન થતાં હતાં એ જાણવા મળે છે. સાધનસામગ્રી
આજે જેને “ગુજરાત રાજ્ય' કહેવામાં આવે છે તેમાં તળગુજરાતને– ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને–તથા સૌરાષ્ટ્ર અને કચ્છને સમાવેશ થાય છે. ભૌગોલિક રીતે એક સંસ્કૃતિ, એક સભ્યતા, એક ભાષા અને એક સમાજ ધરાવતા આ ત્રણ ભૂભાગ અતિપ્રાચીન કાલથી એકાત્મક રહ્યા છે. ઉત્તર ભારતની હડપ્પીય સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રસરેલી જાણવામાં આવી છે, પરંતુ આ સમગ્ર ભૂભાગની સંજ્ઞા ત્યારે શી હતી એ જાણવામાં આવ્યું નથી. આનુશ્રુતિક વૃત્તાંતો દ્વારા જળવાયેલા આ ઐતિહાસિક કાલની કેટલીક વિગતો ગ્રંથસ્થ થયેલી છે, પણ તે તે સમય કરતાં પ્રમાણમાં મેડા–કેટલીક તે ઘણું જ