Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ ] પ્રાચીન ભોગેલિક ઉલેખે
(૫૭ દેશવાસીઓના નામ તરીકે કુતારાષ્ટ્ર અને વિનિતારાષ્ટ્ર શબ્દ આવે છે.૨૮ કુરિત' અને રિતિ” કઈ પેટાવિભાગના વાચક હશે, પરંતુ “સુરાષ્ટ્ર’ તો સ્પષ્ટ જ છે, અને એ વર્તમાન સૌરાષ્ટ્રની તલભૂમિને વાચક હોવા વિશે કંઈ અડચણ નથી, કારણ કે બીજા કોઈ પ્રદેશનું ક્યાંય ક્યારેય “સુરાષ્ટ્ર નામ જાણવામાં આવ્યું નથી. મહાભારતના સભાપર્વમાં સહદેવના દિગ્વિજ્યના વર્ણનમાં એ શબ્દનાં દર્શન થાય છે, જેમાં દક્ષિણ દિશા તરફના વિજયમાં “સુરાષ્ટ્રના અધિપતિ કૌશિકાચાર્ય આહતિને એણે વશ કર્યો હતો, ત્યાંથી એ શર્મારક તરફ આગળ વધ્યા હતા. ૯ સુરાષ્ટ્રમાં હતો ત્યાંથી જ એણે કૃષ્ણના સાળા કુમીને વિજયના વીકારનું કહેણ મેકલાવ્યું હતું. ૨૦ સહદેવના વિજયમાં સુરાષ્ટ્રાધિપતિ કૌશિક ચાર્ય આહતિ કહ્યો છે ત્યાં પાઠની ઘણી ગરબડ છે, પરંતુ એ કેઈ યાદવ તો નથી જ કદાચ “સુરા ટ્રને કે ઈ એક ભાગને એ શાસક સૂચવા હેય. દિગ્વિજયના અધ્યાય જોઈએ તેવા શ્રદ્ધેય લાગ્યા નથી, અને તેથી કોઈ જૂની અનુકૃતિની છાયામાં આ પ્રકારનું વિધાન થયું હોય. અરણ્ય પર્વમાં ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિરને તીર્થોની નામાવલિ કહે છે ત્યાં સુરાષ્ટ્રમાં ચમત્મજન, ઉદધિતીર્થ પ્રભાસ, પિંડારક, જયંત ગિરિ અને તારવતી હોવાનું કહે છે ૩૧ આમાંનું “ચમસન્મજજન' પાઠાંતરથી ચમ ભેદ છે. “ચમસદભેદ' સંજ્ઞાથી એ સરસ્વતી નદી કુરુક્ષેત્ર-વિનશન પાસે લુપ્ત થઈ સમય મર પ્રદેશમાં પણ ગુપ્ત રહી અને આગળ ચાલતાં ત્યાં પ્રગટ થઈ ત્યાં નાગભેદ તીર્થ સાથે સચવાયેલું મળે પણ છે. ૩૨ આ બેઉ તીર્થ પ્રભાસની પાસેનાં છે કે અન્યત્ર એને નિર્ણય એકદમ સરળ નથી; બેશક, ચમસન્મજજન “સુરાષ્ટ્રમાં ક્યાં એ અનિશ્ચિત છતાં, ઉદધિતીર્થ પ્રભાસ “સુરાષ્ટ્રને દક્ષિણ સમુદ્રતટે હેના વિશે શંકાને સ્થાન નથી. પિંડારકનું સ્થાન આજની દ્વારકાની નજીક પૂર્વમાં : ૮ કિ. મી.(૧૮ માઈલ)ને અંતરે કચ્છના અખાતને દક્ષિણ કાંઠે—સમગ્ર સુરાષ્ટ્રને ઉત્તર-પશ્ચિમ ભાગે સ્વીકારવામાં આવ્યું છે. અને એ એ જ નામથી જાણીતું છે. આરણ્યકપર્વમાં ક્રમ સ્વીકારીએ તો એને પ્રભાસ અને ઉજયંત ગિરિ–આજના ગિરનારનાં સ્થળોની • વચ્ચે કહ્યું છે, તેથી જ પ્રભાસ પાસે, ગીરમાંથી સરરવતી નામની નાની નદી દક્ષિણમાં વહેતી આવી–અત્યારના સ્વરૂપમાં છેડીને ત્યવાહિની બની, પૂર્વવાહિનીનું સ્વરૂપ પકડી, દક્ષિણવાહિની બની પછી છેક પ્રભાસ નજીકના ત્રિવેણી સંગમ સુધી પશ્ચિમવાદિની બની રહે છે તે—પ્રભાસથી ઉત્તર પૂર્વે ૨૪ કિ. મી. (૧૫ માઈલ)ના અંતર ઉપરનું પ્રાચી તીર્થ 'હેય એવો પણ એક અભિપ્રાય