Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૫૮] ઇતિહાસની પૂર્વભૂમિકા
[5. છે. બીજા સ્થળમાં “ઠારવતી' વિશે પણ મતભેદ છે, જે વિશે યથાસ્થાન સૂચવાશે. આ સ્થાને સુરાષ્ટ્રનાં છે એટલું નિશ્ચિત છે. ઉપર બતાવેલ ભીષ્મપર્વને ઉલેખ કઈ ખાસ મહત્વ ધરાવતા નથી; ત્યાં ઉપાવૃશ્વ–અનુપાવૃધ સાથે “સુરાષ્ટ્ર દેશનો નામોલ્લેખ કરી પછી કેકય-કુટ્ટ-અપરાંત વગેરે દેશને ગણાવી આપે છે, કઈ ખાસ મેળ વિના.
અહીં રામાયણના બે ઉલ્લેખ પણ સેંધવા જોઈએ. બાલકાંડમાં અશ્વમેધ યજ્ઞને સમયે વિભિન્ન પ્રદેશના રાજવીઓને નિમંત્રણ કરવા સુમંત્ર સારથિને મોકલતી વેળા સિંધુ-સૌવીર અને “સુરાષ્ટ્રના’ના રાજવીઓને સાથેલગા ગણાવે છે.૩૫ સિંધુ (સિંધ) જાણીતો છે, સૌવીર સિંધુ અને “સુરાષ્ટ્રની સંધિ ઉપરનો, સંભવતઃ, નગરઠઠ્ઠા અને થર–પારકરને સમૃદ્ધ પ્રદેશ છે. આ સાહચર્યથી
સુરાષ્ટ્રનું સ્થાન પષ્ટ થઈ રહે છે. કિષ્કિ ધાકાંડમાં રામ અને સુગ્રીવ સીતાની ભાળ માટે વાનરવીરને જુદા જુદા પ્રદેશમાં મોકલે છે ત્યાં “શરાભીર” અને “વાહીકની પહેલાં “સૌરાષ્ટ્ર (સુરાષ્ટ્રના લોકે)માં તપાસ કરવાનું સૂચવાયું છે. ૩૬
“સુરાષ્ટ્ર ને લગતા એ ઐતિહાસિક ઉલ્લેખેને ખરે આરંભ તે પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણના “ગણાઠ થી થાય છે, એ આપણે ઉપર જોયું છે. પાણિનિના કર્તવ-લેખે મનાતી “શિક્ષામાં અનુનાસિક સ્વરોચ્ચારણના વિષયમાં સૌરાષ્ટ્રિકા' નારી(શક્ય છે ત્યાં સુધી આહીરાણી ')ને નિર્દેશ નેંધપાત્ર છે ૩૯ ગોરસનો ધંધો કરનારી આહીર કામ ઈ.પૂ ૬ ઠ્ઠી સદીમાં “સુરાષ્ટ્રના પ્રદેશમાં હવા વિશે કોઈ મતભેદ નથી, એટલે એ ઉલ્લેખ “સુરાષ્ટ્ર દેશને લગતા હેવા વિશે કોઈ શંકા નથી. ઈ. પૂ. ૪થી સદીને કૌટિલ્ય-વિષ્ણુગુપ્તચાણક્યના અર્થશાસ્ત્ર”ને ઉલેખ મહત્વનો એ માટે છે કે એમાં કબજ અને “સુરાષ્ટ્રના ક્ષત્રિયેની શ્રેણીઓ-સમૂહોને ખેતી અને લડાઈથી આજીવિકા ચલાવનારા કહેલ છે. ૨૮ ગ્રંથસ્થ સાધનામાં ભરતનાટ્યશાસ્ત્ર “સુરાષ્ટ્ર”ને “અવંતિ' દેશની સાથે ઉલ્લેખ કરે છે, પણ નાટયશાસ્ત્રનો સમય કદાચ 'કૌટિલ્યના સમયે જેટલે જનો ન કહી શકાય. આ બધામાં ઇતિહાસપુષ્ટ પ્રબળ પુરાવો નાસિકની ૩ જી ગુફાના, વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના પ્રાકૃત લેખને, લગભગ ઈ.સ. ૧૪૯ને છે, જેમાં “અપરાંત” સાથે “સુર” ઉલ્લેખ થયેલ છે.૪૦ આ “સુરાષ્ટ્રનું પ્રાકૃત રૂપ છે. કામક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયને ઈ. સ. ૧૫૦ને જૂનાગઢ શૈલલેખને ઉલ્લેખ તે આ પૂર્વે થઈ ચૂક્યું છે,