Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૧
પ્રાચીન ભૌગાલિક ઉલ્લેખા (ચાલુ)
પ્રાચીન સાહિત્ય તથા અભિલેખામાં પ્રદેશો, પર્વતા અને વનાની જેમ કેટલાંક નદીએ, તીર્થા અને નગરા વિશે પણ ઉલ્લેખા આવે છે.
૪. નદીએ
સરસ્વતી : ગુજરાત–સૌરાષ્ટ્રની નદીઓના નામનિર્દેશામાં ‘સરસ્વતી’ નદીને। સમાવેશ થાય છે. ઉત્તર ભારતની લુપ્ત સરસ્વતી વેદકાલ જેટલી પ્રાચીન છે. ત્યાં એને નવીતમા કહી છે. વેદકાલમાં એ છેક સમુદ્ર સુધી વહેતી હાવાના સ્પષ્ટ નિર્દેશ છે.૨. સી. લાના જણાવ્યા પ્રમાણે હિમાલયમાંથી નીકળી, સિમલા, સિરમુરમાં પસાર થઈ, પતિયાળા થઈ રાજસ્થાનના રણમાં લુપ્ત થતી, ફ્રી વચ્ચે દેખાતી, અને છેવટે ‘ધાધર'ને મળતી, હકીકતે ‘ધાધર'માં પરિણત થઈ રહેતી તે આ સરસ્વતી.૪ હિમાલયમાંથી ગંગા સાત ધારાના રૂપમાં વહેતી થઈ તેઓમાંની એકનું નામ, મહાભારત-આદિપર્વના પ્રક્ષેપ(૧૭૧૪)માં તેમજ ભીષ્મપર્વમાં બતાવ્યા પ્રમાણે, ‘સરસ્વતી' હતુ.." પાંડવા વનયાત્રામાં નીકળ્યા ત્યારે તેને જાહ્નવીના કાંઠાથી કુરુક્ષેત્રમાં થઈ સરસ્વતી અને દહૂતી તથા યમુના વટાવી મરુધન્વા પ્રદેશમાં સરસ્વતીના કાંઠા ઉપર આવેલા કામ્યક વનમાં આવ્યા કહેવામાં આવ્યા છે; આરણ્યકપમાં ત્યાં આગળ ઉપર કામ્યક વનને સરસ્વતી નદીના કાંઠા ઉપર આવેલું' કહ્યુ` છે. ગુજરાત પ્રદેશ સાથે આના જે સંબધ છે તે એપમાં જ મળી આવે છે: નિષાદાના દ્વેષને લઈ વિનશન– કુરુક્ષેત્રમાં લુપ્ત થઈ અને પછી ચમસાદ્વેદ નામના તી પાસે પ્રગટ થઈ, જ્યાં દિવ્ય એવી નદીઓના એને સમાગમ થતા હતા ત્યાંથી પછીનું બીજું મહત્ત્વનું તીથ' ‘સિંધુતી'' હતું. એના પછી ત્યાં પ્રભાસતીર્થ' કહેવામાં આવ્યું છે.