Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું] પ્રાચીન ભોગેલિક ઉલેખે
[ ર૯૭. રણ્ય આવતું હોઈ એ દક્ષિણ ગુજરાતમાં આવેલું કે સંબ” હેવું શક્ય છે. એમણે નિશીથચૂર્ણિને હવાલો આપી કહ્યું છે કે ભરુકચ્છથી દક્ષિણ પથ જવાના રસ્તે “ભલ્લીગૃહ' નામથી ઓળખાતું મંદિર હતું અને એમાં ભલ્લી–બાણથી વીંધાયેલા પગવાળી કૃષ્ણની મૂર્તિ હતી. ૩૬૩
કેટકવન : મોડેના જેન ટીકાકારેએ ભરૂચના ઈશાન ખૂણે કેરંટક નામનું વન હોવાનું ધ્યું છે.૩૪ વીસમા તીર્થકર મુનિ સુવ્રતસ્વામીએ ત્યાં ઘણી વાર સમવસરણું કર્યું હતું. આ વનનું નામ ત્યાં ઊગતી એ નામની વનસ્પતિને કારણે હતું એવું સામાન્ય માનવું છે. આ “કેરંટક' કે “કુરંટક એ “કાંટાસેળિયો' તરીકે જાણીતી ઓષધિ છે. ૨૪
દંડકારણ્ય : મહાભારત, રામાયણ અને રામ સાથે સંબંધ ધરાવતાં પુરાણમાં, ઉપરાંત સંસ્કૃત સાહિત્યમાં અન્યત્ર પણ, અનેક સ્થળોએ ઉલિખિત દંડકારણ્ય” એ ગુજરાતના દક્ષિણ ખૂણે થાણા જિલ્લાની સરહદને અડીને નાસિક જિલ્લામાં ઊંડે સુધી ગોદાવરીના બેઉ કાંઠાને આવરીને પથરાયેલા અરણ્યમય ભૂભાગની પ્રાચીન સંજ્ઞા છે. ગુજરાત રાજ્યમાં ડાંગનાં જંગલેને પ્રદેશ એને ઉત્તર ભાગને અવશેષ છે. જેના અનુશ્રુતિ પ્રમાણે તો કુંભકારકના રાજા દંડકના નામ ઉપરથી, અગ્નિકુમાર નામના દેવે એ નગર બાળી નાખતાં એના સ્થાનનું, એ નામ પડયું હતું. ૨૫ મહાભારતમાં ઉલ્લેખ સભાપર્વમાં સહદેવના દક્ષિણ દિશાના દિગ્વિજ્યના વર્ણનમાં થયેલું છે, જ્યાં શíરક(સોપારા)ના ગણરાજ્યને હરાવ્યા પછી દંડકા પ્રદેશના લોકોને હરાવ્યાનું કહેવામાં આવ્યું છે.૩૬૬ અનુશાસનપર્વમાં જણાવ્યા પ્રમાણે કઈ બ્રાહ્મણે દડકાનું મેટું રાજ્ય નષ્ટ કરી નાખ્યું હતું. ૧૭ આ દંડકાનો પ્રદેશ તે “દંડકારણ્ય'ને હોય એમ લાગે છે, અને એ એક મહત્વનું તીર્થ પણ હતું એવું આરણ્યકપર્વમાંના તીર્થયાત્રા વર્ણનના ઉલ્લેખથી સમજાય છે, જ્યાં પયોષ્ણ નદીની મુલાકાત પછી દંડકારણ્યમાં જઈ નાહવાનું લખ્યું છે.૧૮ ત્યાંથી શરભંગાશ્રમ અને ત્યાંથી શપરકા(પારા)તીર્થમાં જવાનું કહ્યું છે. આ વિધાને દંડકારણ્યને સ્થાનનિશ્ચય કરી આપવામાં સહાયક થાય છે. ત્યાં શÍરક પછી રામતીર્થ અને પછી સપ્ત–ગોદાતીર્થ કહ્યું છે, જે એને વિસ્તાર ગોદાવરી નદીની ખીણ સુધીને નિશ્ચિત કરી આપે છે.
દંડકારણ્યની પ્રસિદ્ધિ તે રામના વનવાસમાં લક્ષ્મણ અને સીતા સાથે ત્યાં કરેલા વાસને લીધે છે. રામાયણના મૂલ કથાનકને અનુસરી મહાભારતના