Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ફિટ)
ઈતિહાસની પૂર્વભૂમિકા હેવો જોઈએ;૨૨ ભારુકચ્છ પ્રદેશ બરોબર એની ઉત્તરે આવેલ હતો એ વિશે કઈ શંકા નથી. અનૂપ, નાસિક્ય, આંતરનર્મદ-ઉત્તરનર્મદ, ભારુકચ્છ-આ વગેરે પ્રદેશ–અર્થાત આજના દક્ષિણ ગુજરાતને આવરી લેતે ભૂભાગ-અપરાંત માં સમાવેશ પામતા સમજી શકાય છે અને રુદ્રદામાના સમયના ઈ. સ ૧૫૦ ના જૂનાગઢ શિલલેખમાં કુકુર પછી “અપરાંત નિર્દેશ થયેલે એ સમય સુધી “અપરાંત” નામ જાણીતું હતું જ. પુરાણે એમાં દક્ષિણ અને વાયવ્યના બીજા દેશોને પણ સમાવેશ કરે છે, જેમાં ભારુકચ્છ, માહેય, સારસ્વત, કાછીક, સુરાષ્ટ્ર, આનર્ત અને અબ્દના પ્રદેશ નિર્દિષ્ટ થયા છે.૧૨૩ કાલિદાસ રઘુવંશમાં સાગિરિ ઓળંગીને “અપરાંત’માં જવાનું કહે છે એટલે કેણ, કારવાડ અને ગોવાના પ્રદેશ કાલિદાસના સમયમાં “અપરાંત'માં હતા. ૧૨૪ રુદ્રદામાના સમયને “અપરાંત', સંભવ છે કે, કાલિદાસ કહે છે તેવો હોય. વાસ્યાયન એના કામસૂત્રમાં આંધ, વત્સગુલમ, અપરાંત અને સુરાષ્ટ્રક એમ ચાર પ્રદેશ અલગ અલગ ગણાવે છે ૧૨૫ તેથી એના હૃદયને “રાષ્ટ્ર સિવાયને આજના તળ ગુજરાત પ્રદેશ “અપરાતમાં અભીષ્ટ હોય. બૃહત્સંહિતામાં વરાહમિહિર “અપરાંત"ને પશ્ચિમ દિશાના દેશમાં મૂકે છે, જેમાં હૈડય અને પંચનને પણ ગણાવે છે. ૧૨૬ આમાંને હૈહય તે અનૂપ લાગે છે, જ્યારે પંચનદ પ્રદેશ ઉમાશંકર જોશી પંજાબને ગણવા લલચાય છે૧૨૭ અને “અપરાંત'માં પંજાબને પણ અભીષ્ટ માને છે, પણ ડો. બેલવલકરે ચીંધેલે કચ્છ ઉત્તર ગુજરાતની સરહદે ઉત્તર-પૂર્વ-ઉત્તરે આવેલ “આભીર પ્રદેશ લેવો વધુ યુક્તિસંગત લાગે છે.૨૮ વરાહમિહિરે નિર્દત્ય ખૂણાના દેશોમાં સિંધુ-સૌવીર, આનર્તક અને રૈવતક (સૌરાષ્ટ્ર) કહ્યા છે કે જેઓની દક્ષિણ-પૂર્વે અપરાંતને સરળતાથી કહી શકાય એમ છે.૧૨૮અ સંભવિત એ છે કે મહાભારતના આદિપર્વમાં થયેલું “અપરાંત'નું સૂચન ૨૯ પશ્ચિમ સમુદ્રનાં પ્રભાસ સુધીનાં તીર્થોની પહેલાં થયેલું હેઈ, આનર્તના અપવાદ, તળ-ગુજરાતને સમાવી લેતા દક્ષિણ-પૂર્વે લંબાયેલા પ્રદેશને આવરી લે છે. ભીષ્મપર્વમાં “અપરાંત' અને ઉપરાંત એવા બે ભિન્ન દેશ કહ્યા છે૧૩૦ એનાથી કોઈ સ્પષ્ટ થતું નથી. જરા આગળ જઈ ત્યાં “કુંદાપરાંત” આપી “માય”ને નિર્દેશ કરવામાં આવ્યો છે, ૧૩૧ જેને લઈ મહીકાંઠાથી દક્ષિણ બાજુના પ્રદેશને ખ્યાલ ઊભો થાય છે; આમ સીમા સ્પષ્ટ થઈ રહે છે.
માહેય: “મહેય’ને દેશ તરીકે મહાભારતમાં સીધો ઉલ્લેખ થયેલો જોવામાં નથી આવતો; ભીષ્મપર્વના ભૂખંડવિનિર્માણ પેટા-પર્વમાં મહી નદીના ઉત્તરના પ્રાકૃષય અને પછી ભાર્ગવ' દેશને નિદે શ થયેલે છે;૩૨ પાઠાંતરેથી,