Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[૨
૯ શું]
પરિશિષ્ટ . પડયું હોય એવી શક્યતા છે. આ ઊથલપાથલમાં ભૌગોલિક ચિત્ર તદ્દન બદલાઈ પણ ગયું હેય. આવા પ્રકારને એક દાખલો પુરાણોમાં નેધા છે. પ્રભાસ પાસે સરસ્વતી નદીના મુખમાં આવેલી “કૃતમ્મર નામે ટેકરી વડવાનલને લીધે નાશ પામી હતી.૩૫ વળી સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારા પર બીજા ધીમા કે ઓચિંતા ફેરફાર થયા છે.
રૈવતકને ઊંચા પર્વતને બદલે ટેકરી માનીએ ને એ ટેકરી ધરતીકંપ અને સમુદ્રભરતીને પૂરથી નાશ પામી હોય તો સંભવ છે કે કૃષ્ણની દ્વારકા વર્તમાન પ્રભાસ પાસે હતી. મહાભારતના ઉલ્લેખો પરથી સ્પષ્ટ છે કે પ્રભાસ રૈવતક અને દ્વારકા પાસે પાસે હતાં. વર્તમાન પ્રભાસ એ જ પ્રાચીન પ્રભાસ હતું, આથી સૂચિત સ્થળોમાં સરખામણીએ નજીકનાં માધવપુર અને મૂળ દ્વારકાનો યાદવકાલીન દ્વારકા હોવાને દાવ વિચારો ઘટે. આ બંનેમાં મૂળ દ્વારકાની પ્રાચીન દ્વારકા હેવાની શક્યતા વધારે છે, કારણ કે એ શતકથી મૂળ દ્વારકા” નામ ધરાવે છે, તેમજ પિંડતારક પ્રાચી સરસ્વતી તીર્થ એનાથી ડે જ દૂર છે.
કઈ મોટા ફેરફારમાં કૃષ્ણની દ્વારકા અને સમીપવર્તી રૈવતક ટેકરી નાશ પામી; તે પણ ભારતવર્ષના લોકોએ પિતાના ઇષ્ટ અવતારી પુરુષની સ્મૃતિને જાળવી રાખવા સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાથી પશ્ચિમ કિનારા પર એક નહિ, પણ અનેક દ્વારકાઓ ઊભી કરી. આ પ્રક્રિયામાં કોડીનાર પાસે આવેલી મૂળ દ્વારકા સર્વપ્રથમ અસ્તિત્વમાં આવી હશે અને ઓખામંડળની દ્વારકા ત્યાર પછી ઊભી થઈ હશે.
જ્યાંસુધી પુરાતત્ત્વીય અન્વેષણ અન્યથા પુરવાર ન કરે ત્યાં સુધી માનવું રહ્યું કે યાદોની લુપ્ત થયેલી રાજધાની દ્વારકા મૂળ દ્વારકાની પાસે આવી હશે, ને કુદરતનો કેપ એ નગરી પર એ ઊતર્યો હશે કે એ નામશેષ બની ગઈ. ભૂમિની અંદર આવેલ એની સમીપના સ્થાનમાં દ્વારકા” નામ વિતર્યું, પછી સૌરાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમ ભૂશિર પાસે શતકે પછી વસેલી હાલની દ્વારકાએ પણ એ તીર્થધામની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.