Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું]
પ્રાઇતિહાસ અને આઇતિહાસ ક સંલગ્ન વિદ્યાઓની જરૂરી જાણકારી ધરાવવી જોઈએ છે. ૧૦ આવશ્યક સામગ્રીની શોધ અને ઉપલબ્ધ સામગ્રીનું અર્થઘટન એ બંને પ્રક્રિયાઓ પુરાવસ્તુકીય અષણનાં મહત્વનાં પાસાં છે.
સ્થળતપાસ
માનવ-વસવાટના સ્થળ પાસે સ્વાભાવિક રીતે તૂટેલી ને નકામી ચીજોને ઢગલે જામતો જાય છે ને એ ઢગલે એક જ જગ્યાએ થયા કરે તે એ દિનપ્રતિદિન મોટા થતા જાય છે. વસવાટની કુટિરે કે ઇમારતે જીર્ણશીર્ણ થતાં એના અવશેષો આ ઢગલામાં ઉમેરો કરે છે. કેઈ સ્થળ લાંબા વખતના વસવાટ પછી કઈ કારણે વેરાન બને તે એ સ્થળે નાનો ટેકરો કે ટીંબ થયો હોય છે. આવા ઢગલાઓ કે ટેકરાઓનું નિરીક્ષણ કરવામાં આવે તો ઘણી વાર એના ભૂપૃષ્ઠ પર નળિયાં, ઠીકરાં, ઈટાળા વગેરે અવશેષ નજરે પડે છે. કેટલીક વાર એ સ્થળે વરસાદ કે નદીનાળા વડે ધોવાણ થવાથી અથવા કોઈ પ્રાણીઓએ કે માણસોએ પોતાને માટે કરેલા દાણથી ભૂપૃષ્ઠની નીચેના અવશેષ પણ બહાર આવે છે, એટલું જ નહિ, એ ટીંબા કે ટેકરાની અંદર દટાયેલાં ખંડેરેના જુદા જુદા સ્તર પણ ખુલા થાય છે. ભૂપૃષ્ઠ પર કે એની અંદર થોડાઘણું દટાઈ રહેલા દેખાતા અવશેષોને ઘણી વાર નાનાં ઓજાર વડે ખોતરીને બહાર કાઢવામાં આવે છે.
પ્રાગઐતિહાસિક વસવાટનાં સ્થળ નદી અને તળાવ જેવાં જળાશયો પાસે મળે છે. એ સ્થળોએ એ સમયનાં જુદી જુદી જાતનાં પથ્થરનાં મોટાં કે નાનાં હથિયાર મળી આવે છે. એની સાથે કઈ વાર અસ્મીભૂત અસ્થિઓ કે હાડપિંજરે મળે છે. રેતીના કેટલાક ટીંબાઓના ભૂપૃષ્ઠ પરથી ખાસ કરીને પથ્થરનાં નાનાંનાનાં હથિયાર મળે છે. પાષાણયુગના અંતિમ તબક્કાના થરમાંથી ક્યારેક તૂટેલાં માટીનાં વાસણોની ઠીકરીઓ પણ હાથ લાગે છે. આ અવશેષો કયા સ્તરમાંથી મળે છે એ સેંધવામાં આવે છે. આવા અવશેષ ઘણી વાર નદીકાંઠાની ભેખડમાં મળે છે. નદીને પ્રવાહ એના પાત્રની સપાટીમાં ફેરફાર કરતા હોય છે. પ્રવાહને વેગ ધીરે હોય ત્યારે એ નદીના પાત્રમાં કાંપ, કચરો વગેરે પાથરી દે છે ને પરિણામે એની સપાટી ઊંચી આવે છે, અને જ્યારે પ્રવાહ વેગીલો હોય ત્યારે એ કાંપ, કચરા વગેરેને દૂર તાણી જાય છે ને પાત્ર-સપાટીને ઊડી લઈ જાય છે. સામાન્ય રીતે નદીના મુખ પાસે પુરાણું થતું હોય છે ને