Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૮
શાયતા, ભૃગુઓ અને હૈહયો
૧. પૌરાણિક અનુકૃતિઓ અને આઘ-ઇતિહાસ
પુરાતન ઘટનાઓના મૌખિક સંક્રમણને અનુશ્રુતિ (tradition) કહે છે. '
પ્રાચીન પ્રજાઓના પ્રારંભિક ઈતિહાસની અનુકૃતિઓમાં mythનું પ્રમાણ ઠીક ઠીક રહેલું હોય છે. Myth એટલે લૌકિક ઘટનાને અલૌકિક સ્તર પર લઈ જતી અનુશ્રુતિ. માનવ જીવનની એકાદ ઘટના કે વ્યક્તિના નિરૂપણમાં અલૌકિક તત્ત્વ ઉમેરાતાં myth જન્મે છે; એમાં લૌકિક સ્તર પર બનેલી ઘટનાને અલૌકિક સ્તર પર બનેલી હેવાનું કહેવામાં આવે છે. પુરાણોના વંશ અને વંસ્થાનુચરિતવાળા ભાગોમાં પણ દૈવી ગુણોવાળા પુરુષોનાં ચરિત પણ મળે છે. ઋષિઓ અને રાજાઓના વંશોની સાથે દેવતાઓના વંશેની જાળવણીનું કાર્ય પણ સૂતોની ફરજમાં ગણાતું; જોકે ઉપલબ્ધ વંશમાં દેવોના વંશ છે નહિ, પરંતુ માનવવંશના આલેખનમાં અલૌકિક તત્ત્વ ઠીક ઠીક પ્રમાણમાં દેખા દે છે. અમુક વંશની શરૂઆત દેવોથી થઈ હોવાનું કહેવામાં આવ્યું છે. દા. ત. વિવસ્વત (સૂર્ય)ના પુત્ર તે આદા પુરુષ મનુ દેવ સામે બૃહસ્પતિની પત્ની તારાનું હરણ કર્યું; તારા તથા તેમનું સંતાન તે બુધ. ઐતિહાસિક અનુકૃતિઓનું આલેખન અલૌકિક તત્વ સાથે મિશ્રિત છે, તો પણ પુરાણોમાં આવતી અનેક કથાઓ અને ઉપાખ્યાનની સરખામણીએ વંશે ને વંસ્થાનચરિતમાં myth ઘણી ઓછી છે. Myth પણ કેવળ કલકપિત છે ને ઐતિહાસિક બીજથી રહિત છે એવું તે નથી જ; સ્વાભાવિક રીતે myth (અલૌકિકાખ્યાન) માં અતિશયોક્તિ અને કલ્પનાના