Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯ સુ· j
શાર્યાતા, ભૃથુઆ અને હૈયા
[ ૨૦૧
સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતને આવરી લેતા હશે. પછીના સમયમાં આનનું પાટનગર આન ંદપુર (વડનગર) ગણાયું, એ પરથી એ નામના અથ ત્યારે ઉત્તર ગુજરાત પૂરતા સીમિત થયા લાગે છે. પછીના સમયે ‘આન' અને ‘સુરાષ્ટ્ર' એમ એ અલગ પ્રદેશ ગણાતા.૩૦
આનના વંશજોની ખાખતમાં પુરાણામાં વંશાવળીની આ પ્રમાણે ત્રણ પાઠ– પરપરા મળે છે. આમાં પ્રથમ પરંપરા અનુસાર શામાંતાની વંશાવળીમાં આન પછી રેવનું નામ આવે છે, ખીજી પરપરા આનત પછી એના પુત્ર રાચમાનનું અને રાયમાન પછી એના પુત્ર રૈવતુ નામ જણાવે છે, જ્યારે ત્રીજી પરંપરામાં આન પછી એના પુત્ર તરીકે સીધું રેવ કે રૈવતનું નામ આવે છે. પ્રથમ પરંપરામાં રેવને આનને પુત્ર ન કહેતાં ‘દાયાદ' કહ્યો છે એ સૂચક છે. સંભવ છે કે રાચમાન પિતાની પહેલાં અકાળ મૃત્યુ પામ્યા હોય ને તેથી આનતના પૌત્ર રેવ કે રૈવત ગાદીએ આવ્યા હોય.
"
રેવના સે। પુત્રોમાં રૈવત કકુન્ની જ્યેષ્ઠ હતા, એ કુશસ્થલીના સ્વામી થયા. રૈવત કકુદ્રીના રૈવતક-રેવતાચલ સાથેના ઘનિષ્ઠ સંબંધ એના નામ પરથી ફલિત થાય છે. કુશસ્થલીદ્વારવતી-ની બાજુમાં · રૈવતક ' ગિરિ આવેલા હતા.૩૧ કકુન્ની' શબ્દ પણ પતવાચક છે. પૌરાણિક વંશાવળીમાં રૈવત કકુન્ની શાર્યાત વંશના અંતિમ રાજા છે. એના સબંધમાં ત્યાં એક અનુશ્રુતિ-૨ આપવામાં આવતી :
રૈવત કકુન્ની પોતાની પુત્રી રૈવતીને લાયક વર વિશે અભિપ્રાય પૂછવા બ્રહ્મા પાસે ગયે। ત્યારે ત્યાં સંગીત ચાલતું હોઈ એને ઘેાડી વાર થાભવું પડ્યુ. સંગીત પૂરું થતાં એણે બ્રહ્માને સમકાલીન રાજાઓમાંથી પેાતાની કન્યાને યાગ્ય વર બતાવવા પૂછ્યું ત્યારે બ્રહ્માએ એને જણાવ્યું કે ‘ત્યાંની (બ્રહ્મલાકની) એ થેડી વારમાં મૃત્યુલાકના ઘણા લાંખા કાળ વીતી ગયા; આ લાંબા ગાળા દરમ્યાન તમારી રાજધાની પુણ્યજન રાક્ષસાએ નષ્ટ કરી હતી; એ કુશસ્થલી હવે ભાજ અન્ધક વૃષ્ણિ • આદિ યાદવેાથી વીંટળાયેલી છે તે દ્વારવતીને નામે ઓળખાય છે, યાદવા પૈકી ખાદેવ વાસુદેવને તારી કન્યા પરણાવ.' બ્રહ્માની સલાહ અનુસાર રેવતીને ખલદેવ વાસુદેવ સાથે પરણાવી રાજા મેરુ શિખર૩૩ પર તપ કરવા ચાલ્યા ગયે।.
આ પુરાણકથા પરથી નીચેનાં ઐતિહાસિક તથ્યાની ઝાંખી થાય છે: રૈવત કોના સમયમાં શાર્યંત વશની સત્તાને અંત આવ્યા. આ અતનું કારણ પુણ્યજન રાક્ષસાનુ કુશથલી પર થયેલું આક્રમણ હતુ ં. કુશસ્થલીના પુનઃવ સવાટ