Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પવિશિષ્ટ યાદવકાલીન દ્વારકાના સ્થળનિર્ણયને પ્રશ્ન યાદવકાલીન દ્વારકાના સ્થળનિર્ણય વિશે વિદ્વાનોમાં મતમતાંત પ્રવર્તે છે. •
મહાભારત અને પુરાણની અનુકૃતિ પ્રમાણે યાદવેએ શાર્યાતોની ઉજજડ કુશસ્થલીના સ્થાન પર દ્વારવતી-દ્વારકાનું નિર્માણ કર્યું. અલગ અલગ ગ્રંથમાં ઠારવતીના ભૌલિક મુદ્દા નીચે પ્રમાણે તરી આવે છેઃ
દ્વારવતી વિશે માહિતી આપતો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ મહાભારત છે. એના વર્ણન પ્રમાણે રૈવતક ગિરિથી શોભિત કુશસ્થલીમાં યાદવોએ વસવાટ કર્યો. કુશસ્થલીનું લશ્કરી મહત્ત્વ હોવાથી તેઓએ એના જીર્ણ દુર્ગને સમરાવ્યા ને કુશસ્થલી તારવતી નામથી પ્રસિદ્ધ થઈ
સભાપર્વમાં થયેલા એના વર્ણનમાં (૧૩ મે અધ્યાય) સમુદ્રને ઉલ્લેખ નથી, પરંતુ આરણ્યક પર્વમાં આવતો ગર્ભિત ઉલ્લેખ, સૌપ્તિક પર્વને સ્પષ્ટ નિર્દેશક તથા મૌસલ પર્વમાં આવતી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયાની અનુકૃતિ સ્પષ્ટ રીતે બતાવે છે કે ઠારવતી કે દ્વારકા સમુદ્ર પાસે હતી , | ઠારવતીના આ ભૌગોલિક વર્ણનનું સમર્થન હરિવંશમાં મળી રહે છે. યાદવોના સ્થળાંતર અને દ્વારકામાં વસવાટને લગતા હરિવંશના વર્ણનમાં રૈવતને નિર્દેશ છે જ, પરંતુ સમુદ્રને ઉલેખ વારંવાર આવે છે. સમુદ્રમાંથી નિર્મિત ભૂમિભાગ પર દ્વારકાના નિર્માણને ઉલેખ છે. દ્વારવતી સમુદ્રની વચ્ચે હેવાને પણ નિર્દેશ છે. - વિષ્ણુપુરાણ (૪, ૧, ૯૧) દ્વારવતીનું નિર્માણ કુશસ્થલીના સ્થાન પર થયાની અનુશ્રુતિ આપે છે, અને સમુદ્રમાંથી ભૂમિ નિર્માણનો પણ ઉલ્લેખ કરે છે (૫, ૨૩, ૧૩).
ભાગવતપુરાણું લખાયું તે સમયે લેખકના મનમાં દ્વારકાને સમુદ્ર સાથે સંબંધ હેવાને ખ્યાલ વિશેષ હશે તેથી એમાં આનર્તના પુત્ર રૈવતે કુશસ્થલીનું નિર્માણ સમુદ્ર-મધ્યે કર્યું અને કૃષ્ણ પણ એમ જ કર્યું હોવાનું જણાવ્યું છે. - વિગણ અને ભાગવત પુરાણેના દ્વારવતીના વર્ણનમાં તરી આવતો મુદ્દો એ છે કે બંને પુરાણોમાં ગિરિ પૈવત વિશે નામનિર્દેશ છે નહિ. . . .