Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૩૮ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[..
હરિવ’શમાં અન્ય સ્થળે ૧૧ તેમજ મહાભારતના પ્રક્ષિપ્ત ભાગમાં૧૨ દ્વારવતી પતાની વચ્ચે આવી હાવાના ઉલ્લેખ આવે છે. નગરીના પૂર્વ ભાગમાં રૈવત, પશ્ચિમે પચવ, દક્ષિણે લતાવિષ્ટ અને ઉત્તરમાં વેણુમત હતા. આ વનમાં સમુદ્રને બિલકુલ ઉલ્લેખ નથી.
જૈન અનુશ્રુતિ ૩ રૈવતને દ્વારવતીની ઉત્તરપૂર્વી (ઈશાન)માં મૂકે છે. બૌદ્ધ જાતક૧૪ દ્વારવતી પર્યંત અને સમુદ્રની વચ્ચે હાવાનુ' જણાવે છે.
ઉપર જણાવેલ પ્રથાના લેખનની વચ્ચે મોટા ગાળા રહેલા હાવાથી દ્વારકાના સ્થાનના વર્ણનમાં આટલી ભિન્નતા જણાય છે. એમાં સૌથી પ્રાચીન, મહાભારત જે તેના વર્તમાન સ્વરૂપમાં પાંડવાના સંભવિત સમય કરતાં હ્મણુ અનુકાલીન છે તેમાંનું વર્ણન મૌખિક અનુશ્રુતિ પર આધારિત હશે.
માઘ્યકાલીન દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ ઢાવાથી સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થાન મૂળ દ્વારકા હૈાવાના દાવા કરે છે.
(૧) દ્વારકા :
ઓખામ'ડળમાં આવેલી દ્વારકા શ્રી કૃષ્ણના સમયની દ્વારકા તરીકે વર્તમાન ચતુર્થાંમમાં ગણુના ધરાવે છે.
પાટિર, પુસાળકર તથા અન્ય વિદ્વાના આધુનિક દ્વારકાને જ કૃષ્ણની ધારવતી માને છે.
વમાન દ્વારકા રૈવત( ગિરનાર )થી ઘણી દૂર છે. પરંતુ પાર્જિટર્૧૫ ખરડા પર્વતને રૈવત ગણે છે. પિંડારક (પિંડારા) તી, જેના ઉલ્લેખ નારદ કરે છે તે વર્તમાન દ્વારકાની નજીક હોવાથી પુસાળકર દ્વારકાને ઓખામ‘ડળમાં મૂકે છે. સામાન્ય રીતે પવિત્ર તીની જગ્યાએ એક પછી એક નગરી વસે છે; અને વર્તમાન દ્વારકા સમુદ્ર અને પર્વત પાસે છે એ કારણાને લઈને પુસાળકરના૧૭ મતવ્ય પ્રમાણે દ્વારકા જ યાદવાની પ્રાચીન નગરી હતી.
(૧) જૂનાગઢ :
શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી ૮ મહાભારત, હરિવંશ અને પુરાણામાં આવતા કુશસ્થલી—દ્વારકાના ઉલ્લેખેને ઐતિહાસિક ક્રમે તપાસીને અવલકે છે કે વધુ પ્રાચીન ઉલ્લેખા મુળરચલી-દ્વારકા રૈવતકગિરિ પાસે એની તળેટીમાં આવી