Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪] ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. હાથીભાઈ શાસ્ત્રી મૂળ દ્વારકાની તરફેણમાં કેટલાક નવા મુદ્દાર રજૂ કરે છે: દ્વારકાક્ષેત્રમાહા” માં જણાવેલ ચક્રતીર્થ અને ધર્મપુર તે આજના ચક્રકુંડ અને વિષણુગયા કે વિષ્ણુપ્રયાગ છે. કોડીનાર અને નિકુમતી નદીનાં પ્રાચીન નામ કુબેરનગરી અને ચંકુમતી હતાં. આ બધાં સ્થળ મૂળ દ્વારકા પાસે આવેલાં છે.
શ્રી. ભદસાલી યાદના કાલની પહેલી દ્વારકા રેવતક ગિરનાર પાસે અને બીજી દ્વારકા કોડીનાર પાસે સમુદ્રતટ પર આવેલી હોવાનું સૂચવી ઉપર જણાવેલા બીજા અને ત્રીજા મતનું સમાધાન સૂચવે છે. ૨૨
કૃણે બીજી દ્વારકા બાંધી હેવાની શક્યતા ભદસાલીની જેમ પ્ર. ચં. દીવાનજી૩ પણ વિચારે છે. પ્ર. વી. બી. આઠવલેએ આ વિચારને વિસ્તારપૂર્વક રજૂ કર્યો. ૨૪ જૂનાગઢ સમુદ્રથી ૮૦ કિ. મી. (૫૦ માઈલ) દૂર હેવાથી એ કૃષ્ણની દ્વારકા ન હેઈ શકે, પરંતુ મૂળ દ્વારકા કૃણની દ્વારકા હેવી જોઈએ. ગિરનાર એટલે પ્રાચીન ગોમંત પર્વત, અને ગીરનું જંગલ મૂળ દ્વારકાથી બહુ દૂર નથી. વૃષ્ણિ-અંધકેએ મૂળ દ્વારકામાં વસવાટ કર્યો. સમય જતાં, આનર્તની ઉત્તરે નરકર" અને શાલ્વ જેવા શત્રુઓને કૃષ્ણ નાશ કર્યો, પરિણામે આજની દ્વારકામાં યાદવોએ સ્થળાંતર કર્યું. પીંડારા અને શંખેદ્ધાર બેટ વર્તમાન દ્વારકાની પાસે છે. મામ શ્રી. આઠવળે યાદવોના કાલની બે અલગ દ્વારકા માનીને ઉપર જણાવેલા પહેલા અને ત્રીજા મતનું સમાધાન સૂચવે છે. - ઉપરનાં ત્રણ સ્થળે ઉપરાંત પોરબંદરની ઉત્તર-પશ્ચિમે પોરબંદર અને મિયાણી વચ્ચેના સમુદ્રકાંઠા પર કોયલા ડુંગર પાસે શ્રીનગર નજીકના એક સ્થળને પણ પ્રાચીન દ્વારકા ગણવામાં આવે છે. સોમનાથથી ૫૮ કિ. મી. (૩૬ માઈલ) ઉત્તર-પશ્ચિમે આવેલું માધવપુર પાસેનું એક સ્થળમાં પણ દ્વારકા હોવાનું માનવામાં આવે છે. આ સ્થળે લાંબા કાળથી ચૈત્ર માસમાં કૃષ્ણમિણી-વિવાહ ઊજવાતો આવ્યો છે.
ઉપરના દરેક સ્થળની યાદોની દ્વારકા તરીકેની શક્યતા અનુકૃતિઓના પ્રકાશમાં વિચારીએ : - પ્રાચીન દ્વારકા રૈવતક અને સમુદ્ર બંનેની પાસે હતી એવી પ્રાચીનતમ અનુકૃતિ મહાભારતમાં મળે છે. દ્વારકાના ભૌગોલિક પરિસરમાં રેવતકને ન ગણી, કેવળ સમુદ્ર પર ભાર મૂકતી અનુશ્રુતિ સત્ય હકીકત રજૂ કરતી નથી. મહાભારતના વર્ણન પરથી લાગે છે કે યાદવોના જીવનમાં રૈવતક એક મહત્વનું