Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
[».
વેદોમાં આવતું ‘ંચ આથવણ'નું નામ લઈ ભાગવત પુરાણુ નીચે પ્રસંગ આપે છે:
૧૨]
વિષ્ણુની સલાહ અનુસાર દેવા દંચ આથવણ પાસે ગયા. ઋષિએ દેવેશની યાચના સાંભળી પેાતાના દેહ ત્યજી દીધો. ઈંદ્રે વિશ્વકર્મા પાસે એ અથિનું વા તૈયાર કરાવ્યું ને એ વજ્ર વડે વૃત્રાસુરને મારી નાખ્યા.
પદ્મપુરાણ૮૪ દધીચ ઋષિના સબંધ સ્પષ્ટ રીતે ગુજરાતના પ્રદેશા સાથે જોડી નીચેના વૃત્તાંત આપે છે:
ચંદ્રભાગા અને સાબરમતીના સંગમ સ્થળે દધીચિના આશ્રમ હતા. દેવાસુરસંગ્રામમાં પરાજય પામેલ દેવા વર્ચા નામે પત્ની સાથે વસતા દધીચિ ભાવ પાસે આવ્યા ને તેઓએ દૈત્યને મારવા એમનાં અરિથ માગ્યાં. ઋષિએ પ્રાણ છોડવા૫ તે પરિણામે અસ્થિનિર્મિત વજ્ર વડે વૃત્રાસુર માર્યાં ગયા.
દધીચના પુત્ર તરીકે સારસ્વતના ઉલ્લેખ છે.૮૬ ત્યાર પછી સારસ્વતના વંશજનુ નામ નથી અને ભાવ વંશાવળી દધીચના ભાઈ આત્મવાનથી આગળ ચાલે છે. અન્ય ઋષિકુળાની૮૭ માફક ભાવ કુળની પણુ વંશાવળી ખરેાખર જળવાઈ નથી. મહાભારત અને મત્સ્ય પુરાણુની અનુશ્રુતિ વાયુ-બ્રહ્માંડની અનુશ્રુતિ કરતાં જુદી પડે છે. મહાભારત૮૮ પ્રમાણે મનુની પુત્રી આરુષીથી થયેલા ચ્યવનને પુત્ર તે ઔવ; ઔવના પુત્ર ઋચીક. મહાભારતની આ અનુશ્રુતિમાં અપ્નવાનને ઉલ્લેખ નથી. મત્સ્ય પુરાણુ૮૯ ચ્યવનના ભાઈ તરીકે નવાનના ઉલ્લેખ કરી અને ઔવના પિતા તરીકે ગણાવે છે. પરંતુ વાયુ-બ્રહ્માંડ પુરાણોની અનુશ્રુતિ‰° પ્રમાણે સુકન્યા-યવનના પુત્ર આત્મવાન ઔવના પિતા હતા; જોકે અન્ય તુલ્યકાલ૧૧ (synchronism) પરથી ફલિત થાય છે કે હકીકતમાં ઔવ આત્મવાનના પુત્ર નહિ, પરંતુ વંશજ હશે. આત્મવાન અને ઔવની વચ્ચેની ભાગ્યવ પેઢીઓના ઇતિહાસ લુપ્ત થયેલા હોવાથી ભાગવા અને ગુજરાતના સંબંધ વિશે અંધારપટ રહે છે.
પણ લાંબા સમય પછી ગુજરાત પર રાજ્ય કરી ગયેલા હૈહયા સાથે થયેલા ભાગવાના સ ંધને કારણે ભાગવા ગુજરાતના ઇતિહાસમાં ફરી દેખાય છે. ભાગવા ગુજરાતના રાજકુલ હૈહયા સાથે પુરૈાહિત સબંધ ધરાવતા હતા. ભાગવા પ્રસિદ્ધ સમ્રાટ અર્જુનના પિતા કૃતવીર્યના પુરાહિત હતા, રાજાએ