Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
શાયત, ભૃગુઓ અને હેતુ પુરાણના મૂળ વિષય પાંચ હતાઃ સર્જન, પ્રલય અને પુનઃસર્જન, મનુઓના યુગ, વંશ અને વંશની (વિશિષ્ટ) વ્યક્તિઓનાં ચરિત. સમય જતાં આ પાંચ વિષય પુરાણમાં ગૌણ સ્થાન પામ્યા અને અન્ય સામાજિક-ધાર્મિક વિષય(જેવા કે વર્ણાશ્રમ ધર્મ, વ્રત, તીર્થમાહાત્મ, આચાર, પ્રાયશ્ચિત્ત, પૂજા,
સ્તો વગેરે)એ મુખ્ય સ્થાન મેળવ્યું. પરિણામે પુરાણો અતિહાસિક અનુશ્રુતિના ગ્રંથ મટી ધાર્મિક ગ્રંથોમાં પરિવર્તન પામ્યાં.૧૫
- આમ છતાં ઐતિહાસિક અનુશ્રુતિઓ વંશે અને વંસ્થાનુચરિત-રૂપે, ખાસ કરીને રાજવંશે અને રાજચરિતો-પે, પુરાણોમાં સચવાઈ રહી. આ પરંપરાઓ ઘણું જૂની છે. વંશાવળીઓના નિષ્ણાતોનું અસ્તિત્વ વંશવિદ૧૬, વંશવિત્તમ’૧૭ કે સમવંશવિદ૧૮ જેવા શબ્દો પરથી ફલિત થાય છે. પુરાણો રાજવંશાવળીઓના નિરૂપણમાં પછીના રાજવંશને કુલ રાજ્યકાલ તથા તે તે વંશના દરેક રાજાને રાજ્યકાલ પણ આપે છે. રાજા પરીક્ષિતના જન્મ અને મહાપદ્મનંદના રાજ્યારોહણ વચ્ચેનો સમયગાળે પૌરાણિક અનુશ્રુતિ ૧૦૫૦ (કે ૧૦૧૫) વર્ષને જણાવે છે.૧૯
પૌરાણિક વંશાવળીઓ વિગતે મનુ વૈવસ્વતના સમયથી શરૂ થાય છે. એ અગાઉ છ મન્વન્તરેને લગતી અનુશ્રુતિ ઘણુ અપ પ્રમાણમાં જળવાઈ છે. મનુ વૈવસ્વતથી શરૂ થતી પ્રાચીન રાજવંશાવળીઓની ઉત્તરમર્યાદાનું સીમાચિહ્ન છે ભારતયુદ્ધ, જે પ્રાચીનકાલને એક શકવર્તી બનાવ હતો. એમાંની કેટલીક વંશાવળીઓ ભારત-યુદ્ધ સુધીના સમયને આવરી લે છે, તે કેટલીક એ પછીના પાંચસાત રાજાઓના રાજ્યકાલ સુધી વિસ્તરે છે. એમાં એ રાજાઓને “સાંપ્રત' (વર્તમાન) કહેલા હોઈ એ વંશાવળીઓ ત્યારે લખાઈ લાગે છે. આગળ જતાં એમાં પછીની કેટલીક રાજવંશાવળીઓ ઉમેરાઈ ત્યારે એને કલિયુગના “ભાવી” રાજાઓની વંશાવળીઓ તરીકે રજૂ કરવામાં આવી. આ રાજવંશાવળીઓ મુખ્યત્વે ગુપ્તકાલના આરંભ સુધીની છે. આ પરથી એમ લાગે છે કે ગુપ્તકાલના આરંભમાં સજવંશને લગતી અનુશ્રુતિઓમાં અદ્યતન સામગ્રી ઉમેરાયે પુરાણેની રાજવંશાવળીઓનું અભિવૃદ્ધ સંસ્કરણ થયું.
પુરાણમાં જણાવેલી કલિયુગની આ રાજવંશાવળીઓ પૈકી અમુક ઉત્તરકાલીન રાજવંશાવળીઓ એતિહાસિક કાલના રાજવંશ માટે ઉપયોગી નીવડી છે. આ રાજવંશમાં જણાવેલા કેટલાક રાજાઓ માટે સમકાલીન અભિલેખોને પુરા અને/અથવા અન્ય સાહિત્યિક ઉલ્લેખેનું સમર્થન મળતું હોઈ શૈશુનાગ, નંદ, મૌર્ય,