Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આધ-ઐતિહાસિક સંસ્કૃતિઓ
[૧૫ તબક્કામાં અંતર્ગોળ-બહિર્ગોળ રૂપરેખા થઈ. સૌરાષ્ટ્રના વિશિષ્ટ પ્રકાર અર્થાત ટૂંકા શોભાત્મક હાથાવાળા વાડકાને લાંબે હાથે આવ્યો, જ્યારે પાતળી કિનારી વાળા વાડકા ઘાટના દીવાને બદલે અંતર્વક કાંઠલા અને મારી જેવી કિનારવાળાસુ-ઘડ છીંછરા દીવાએ સ્થાન લીધું. માટીકામના આ બધા વિકસિત ઘાટ રંગપુર ૨ ૬, પ્રભાસ ૧ અને રોજડી ૧ માં પુનરાવર્તન પામ્યા છે. કુંભારી કામની રચનાને લાગે વળગે છે ત્યાંસુધી હડપ્પીય પરંપરાનાં બદામી રંગનાં મૃત્પાત્ર અને સૈરાષ્ટ્રનાં સ્થાનિક અબરખિયાં લાલ મૃત્પાત્ર તબક્કા ૪ માં ઓછાં થતાં ચાલ્યાં અને છેલ્લે તબક્કા ૫ માં અદશ્ય થયાં. લોથલ ચા ની ઉત્તરાકાલીન હડપ્પીય સંસ્કૃતિના કુંભારી ઉદ્યોગનાં બીજાં લક્ષણો આ છેઃ પ્રાણી અને વનસ્પતિનાં મુખ્ય રૂપાંકનેનું શૈલીકરણ; ત્રાંસી તથા તરંગાકાર રેખાઓ, ખચકા અને ફણગા, રેખાંકિત ત્રિકણો અને ચોરસે, ટપકાંની પંક્તિઓ, હીરાઓ અને તરંગાકારે-જેવી પ્રાથમિક આકૃતિઓ માટેની સ્પષ્ટ પસંદગી; અને ચિત્રકામની કૃત્રિમ શૈલીનું સરલીકરણ. ઘણે થોડા કિસ્સાઓમાં વનસ્પતિ અને પક્ષીઓનાં મુખ્ય રેખાંકનોનું ઉપલક આલેખન પણ દેખાય છે. રંગપુર રૂ માંથી મળેલાં વાસણો ઉપર રેખાંકિત કરેલા વૃષભ અને બકરા લોથલ ગા માંથી મળેલાં વાસણો ઉપર બિલકુલ રહેલા નથી. વાસણની સપાટી ઉપર ચળકતો લાલ રંગ લાવવા ભીનાશથી લીસું કરવાની ક્રિયાપદ્ધતિ હજી અહીં ઘડાઈ નહોતી. એ અનુ-હડપ્પીય રંગપુરમાંના સમય ૨ અને ૩ માં દેખાતું ઉત્તરકાલીન લક્ષણ છે. એકંદરે કહી શકાય કે ગરીબ થઈ ચૂકેલા લેકની ઊતરતી જતી રુચિને સંતોષ આપવાની દષ્ટિએ લેથલના કુંભારે સમય ગા માં વાસણની મર્યાદિત સપાટી ઉપર કેટલીક પ્રાથમિક આકૃતિઓ ચીતરી. સિંધુ શૈલીમાં નજીવું સ્થાન પામેલાં–તરંગિત રેખાઓ, ખચકા અને તરંગાકારે–વિકસિત શૈલીમાં મુખ્ય રેખાંકન બન્યાં. પશુઓને એમની સ્વાભાવિક ભૂમિકામાં ચીતરવાને ટેવાયેલા નિષ્ણાત કલાકારને અહીં હાથ હતો નહિ અને રંગની અયિાજના કાળા-પર-લાલમાં મર્યાદિત હતી.
લેથલ મા નાં ઓજારમાં અને દેહાલંકારમાં દાખલ થયેલા થોડા બીજા ફેરફારની પણ અહીં નોંધ લેવી જોઈએ. અનુકાલીન શિલ્પગ્રંથમાં વર્ણિત લગ્ન–વીંટીઓની યાદ આપતી બમણું વળના માથાવાળી તાંબાની વીંટીઓ પહેલી વાર દાખલ થઈ અને માટીની પકવેલી બંગડીઓને સ્થાને વધુ ટકાઉ એવી છીપની બંગડીઓ આવી. અકીક સહિતના ઘણાખરા અર્ધ–કિંમતી
જાતના પથ્થરની આયાત થઈ શકતી નહિ. આ સામગ્રીમાં મણકાનાં ઘટેલાં - જદ અને સંખ્યાથી કાર્નેલિયનની અછત સૂચિત થાય છે. એ જાણીને આશ્ચર્ય