Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ એવા બે તબક્કા તારવવામાં આવ્યા હતા. તબક્કા ૧ ૩ માં રહેવાસીઓ માટીની પીઠિકા ઉપર ઊભાં કરાયેલાં માટીનાં મકાનમાં રહેતા હતા અને ફરસબંધી ચૂનાની કરવામાં આવતી. મુખ્ય કુંભારી પાત્રો લાલ મૃત્પાત્રો અને ભૂરાં મૃત્પાત્ર હતાં. અબરખિયાં લાલ મૃત્પાત્ર માત્ર નાના જથ્થામાં મળ્યાં હતાં. તબક્કો આ સમૃદ્ધિને સમય દર્શાવતું હોવાનું કહેવાય છે કે જે સમયે ચળકતાં લાલ મૃત્પાત્રની થાળીઓ સાથે સરખાવી શકાય તેવી થાળીઓ વપરાતી હતી એવું મનાય છે, એ રંગપુરના ૨ ફુની સમકાલીનતા સૂચવે છે. આ તબક્કામાં રહેવાસીઓને પ્રભાસ મૃત્પાત્ર પણ જાણીતું હતું. રહેવાસીઓનાં ઓજારમાં તાંબા કે કાંસાની ચપટ વીંધણે, બાણ–ળાં અને માછલાં પકડવાની ગલ સાથોસાથ કન્સેદની અને જેસ્પરની નાની પતરીઓને સમાવેશ થતો હતો. ઉખનનમાંથી મળેલાં–એક અકીકનું અને બીજુ ચર્ટનું એમ–બે ઘનાકાર તોલાં સૂચવે છે કે એ લોકોએ હજી સિંધુ તેલ–પ્રમાણને ત્યાગ કર્યો નહોતો. શરીરના અલંકારો માટે એ લેકે સેલખડીના ઝીણું મણકા અને પાકી માટીના નળી–ઘાટના મણકાને ઉપયોગ કરતા હતા. લોથલ વ માં ખૂબ જ કપ્રિય એવા કાર્નેલિયનના મણકા રોજડી ૧ ૨ માં વિરલ હતા.
રેજડી ૧ યાને કાર્બન-૧૪ સમય ઈ.પૂ.૧૯૭૦+૧૧૫ અને ૧૭૪૫+૧૦૫ (૫૭૩૦ના અર્ધ–જીવન મૂલ્યની ગણતરીએ) છે. સ્પષ્ટતઃ રોજડીમાં ઉત્તરકાલીન હડપ્પીય લેકેનું પહેલું આગમન ઈ પૂ. ૧૯૦૦ માં કે સહેજ વહેલું થયેલું અંકાય. આ ઉત્તરકાલીન હડપ્પીય સંસ્કૃતિને લગભગ ઈ. પૂ ૧૬૦૦ માં અંત આવ્યો. અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોકેએ રેજડીને કબજે, હડપ્પીય લેકે તખતા ઉપર આવી પહોંચ્યા તે પહેલાં, ઘણા સમય ઉપર લીધે હશે. ઇ, પ્રભાસ
આ સમુદ્રકાંઠાની વસાહતને સાંસ્કૃતિક ક્રમ વિસ્તૃત રીતે નિશ્ચિત થયો છે. ૨૨ એમાં કાલ ૧ માં બે ઉપતબકકા સાથે અને કાલ ૨ માં ત્રણ ઉપ-તબક્કા સાથે પાંચ કાલ તારવી બતાવાયા.
કાલ ૧ અનુકાલીન હડપ્પીય સંસ્કૃતિનું અને કાલ ૨ ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ બતાવે છે. તબકકા ૧ મ માં પ્રભાસમાં પહેલે નિવાસ કરનારા લેક સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના આદ્ય સાંસ્કૃતિક સમૂહમાં રાડિયાં મૃત્પાત્ર વાપરનાર લેક હતા. એ લેક વિસ્તૃત રીતે કોતરેલાં