Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૯૨]
[,
ઇતિહાસની પૂર્વભૂમિકા સમયમાં લોહને પ્રવેશ થશે, પરંતુ પ્રશ્ન આમાંની કઈ એક સંસ્કૃતિના નિર્માતાઓને લેહનો ઉપયોગ કરનારા લેકે તરીકે ઓળખી કાઢવાને છે. આ માન લેવા માટે ઘણું હકદાર છે. સુંદર પિતનાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોને સંબંધ પ્રભાસ ખાતે લેહના પ્રથમ પ્રવેશ સાથે છે, જ્યારે હસ્તિનાપુર અને આતરંજી ખેડામાં ચિત્રિત રાખડિયાં મૃત્પાત્ર છે, જે લેહની સાથે મળી આવે છે. આખાયે દખણમાં અને તાપીની ખીણમાં પ્રકાશ ખાતે પણ લેહને ઉપયોગ કરનાર પ્રાચીનતમ લેકેની મુખ્ય કુંભારીકામની સામગ્રી કાળાં-અનેલાલ મૃત્પાત્ર હતી. આમ પ્રભાસ રૂ નાં કાળાં-અને-લાલ મૃત્પાત્ર વાપરનારા લેકેને સૌરાષ્ટ્રમાં ઈ. પૂ. ૧૦૦૦ આસપાસ ક્યારેક લેહને પ્રવેશ કરાવવાને યશ આપ અસ્થાને ન ગણાય.
લેહને ઉપયોગ કરનારા પ્રભાસના લેક ઈમારતી લાકડા અને માટીનાં બધેલાં છાપરાંવાળાં અને પથ્થરની ફરસબંધીવાળાં મકાનમાં રહેતા હતા. થાંભલી-બકરાં સૂચવે છે કે છાપરાને લાકડાની થાંભલીઓને ટેકે રહેતો. કિંમતી પથ્થરના મણકાઓના અને સ્ત્રી-આકૃતિઓને મળતી હાથીદાંતની તક્તીઓના અસ્તિત્વથી નક્કી કરી શકાય છે તેમ, આ મકાનના રહેવાસીઓ ખરેખર સમૃદ્ધિમાન હતા. ઉત્તર પ્રદેશનાં કાળાં લીસાં મૃત્પાત્ર પેટા-કાલ ર સા માં પ્રથમ દેખા દે છે અને એની સાથે સાથે સેનાની પત્તીથી આચ્છાદિત ગરગડી આકારના જેસ્પરના કાપ જોવા મળે છે.
પાંડવોના સમય પછી ગુજરાતના વિવિધ રાજકીય એકમોને પ્રાચીનતમ નિર્દેશ પાણિનિની “અષ્ટાધ્યાયી” માં છે, જેમાં કચ્છ પ્રદેશ અને કચ્છ પ્રદેશની ખાસ વેશભૂષા અને ભાષા વિશે ઉલ્લેખ છે. પાણિનિ વળી કુતિ-સુરાષ્ટ્રો અને ચિંતિ–સુરાષ્ટ્રોને પણ નિર્દેશ કરે છે, જે સૂચવે છે કે કુંતિ અને ચિંતિ નામના રાજવંશને સૈરાષ્ટ્ર સાથે સંબંધ હતો.૨૯ એ જ રીતે પાણિનિના “ગણપાઠ” માં આનર્તને નિર્દેશ સ્પષ્ટ રીતે સૂચવે છે કે પાણિનિના સમયમાં એ એક સુવિખ્યાત રાજકીય એકમ હતો. * છેલ્લે એ અનુકૃતિને નિર્દેશ કરી લઈએ કે ભરુકચ્છ અર્થાત ભરૂચ ઈ.પૂ. પર૮ માં મૃત્યુ પામેલા ગણાતા ઉજજયિનીના મહાન સમ્રાટ પ્રદ્યોતની રાજકીય સત્તા નીચે હતું. આ સંબંધમાં એ સેંધવું જોઈએ કે ભરૂચની સામેના અંકલેશ્વરની પશ્ચિમે આઠ કિ. મી. ના અંતરે આવેલા નાગલ ખાતે થયેલા ઉખનન પરથી અનુ-મહેગામ કાલમાંના કાળાં-અનેલાલ મૃત્માત્ર