Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ
[૧૯૩ વાપરનારા લેકેને છેક મૌર્ય સમય સુધી ચાલુ રહેલે વસવાટ પ્રકાશમાં આવ્યા છે. એમાં કાળાં-અને-લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિના ત્રણ તબક્કા તારવવામાં આવ્યા છે, જેમાંના પ્રાચીનતમમાં કસદનીની ટૂંકી પતરીઓનો ઉપયોગ થતો હતો. સહુથી ઉત્તરકાલીન તબક્કાને સમય ઉત્તર પ્રદેશનાં કાળાં લીસાં મૃત્પાત્ર દેખાવાને કારણે આંકડો વધુ સરળ છે. આથી તારવી શકાય કે નર્મદા-તાપીના ખીણ પ્રદેશમાં ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિની પડતી થયા પછી અહીં કાળાં-અને-લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિનો વિકાસ થયો. લાટનું મુખ્ય વેપારી મથક–ભરૂચ ઉજજયિનીના સમર્થ રાજવી પ્રદ્યોતના રાજકીય શાસન નીચે આવ્યું. એ ઈ. પૂ. ૧ લી સહસ્ત્રાબ્દીના મધ્ય કાળમાં બન્યું. મહાવીર અને બુદ્ધના સમયથી આગળ આવતાં તે ભારતનો રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ઈતિહાસ વધુ સારા રૂપમાં દસ્તાવેજી થયા છે. ૧૪. ઉપસંહાર
ઉપસંહારમાં કહી શકાય કે જ્યારે કુદરતી આફતને ભય તોળાતો હતો ત્યારે સિંધુ ખીણના લેકેને જ નહિ, અનુ-હડપ્પીય કાલમાં ગંગા-યમુના દોઆબના આર્યોને પણ બીજુ નિવાસસ્થાન પૂરું પાડી ગુજરાતે આદ્ય ઐતિહાસિક કાલમાં ભારે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, પરંતુ ગુજરાત ન હોત તે, જ્યારે મગધના અને કુરના રાજવીઓએ ભય ઉપજાવ્યો ત્યારે, વૈદિક અને અનુ–વૈદિક આર્યોની કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓ જળવાઈ શકી ન હોત. ગુજરાતે પશ્ચિમી જગત સાથે પણ કડી તરીકે ભાવ ભજવ્યો છે. જ્યારે જ્યારે ભારતીય સંરકૃતિને કર્મકાંડ અને રૂઢિચુસ્તતાથી ગૂંગળાવાને ભય ઊભો થતો હતો ત્યારે ત્યારે ગુજરાતના વાણિજિયક સંપર્કોએ એને તાજી હવા આપી હતી. આજે પણ એ જે પ્રમાણે કરતું આવ્યું છે તે પ્રમાણે આદ્ય-ઐતિહાસિક યુગમાં એણે ભારતની ભૌતિક તેમજ આધ્યાત્મિક સમૃદ્ધિને સબળ રીતે પ્રદાન કર્યું હતું.
પાદટીપે 1. Prof. S. S. Sarkar's Report, Excavations at Lothal (in the Press)
2. B. K. Chattarjee and R. D. Kumar, Anthropology on the March (Madras, 1963), pp. 104-110
૩. હડપ્પીચ વસ્તીનાં નૃવંશીય લક્ષણો વિશેની વધુ વિગતો માટે જુઓ: Sewell and Guha, "Human Remains”, Mohenjo-daro and the Indus Civilization, Ch. XXX 21a S. S. Sarkar, Ancient Races of Baluchistan, Punjab and Sind, p. 60