Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮૨]
ઇતિહાસની પૂર્વભૂમિકા ટૂંકી સમાંતર-ભુજ પતરીઓનું અસ્તિત્વ આને ખુલાસે આપે છે. તાંબાને ફરી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું, પણ આ વખતે, ઈ. પૂ. ૧૬૦૦ ના અરસામાં રંગપુરે અને લોથલે જેને સંપર્ક સાધી લીધું હતું તે દક્ષિણ રાજસ્થાનથી એ ધાતુ આવી હોવી જોઈએ. પરંતુ વળી એ સૂચક છે કે હાથા માટેના બાકરાવાળી વધુ અટપટી કુહાડીને બદલે સા હડપ્પીય ચપટ વીંધણું વપરાવા લાગ્યું, કેમકે એ પરથી ઈ. પૂ ૧૬૦૦ જેટલા મોડા કાલ સુધી હડપ્પીય ધાતુ-ક્રિયાપદ્ધતિનું ચાલુ રહેવાપણું સંચિત થાય છે.
કાલ રમા અને ૨ ૬ દરમ્યાન હડપ્પીય કારીગરે સૌરાષ્ટ્રમાંથી મેવાડના ઉચ્ચ પ્રદેશમાં અને નર્મદા તથા તાપીની ખીણમાંથી ગેદાવરી તથા કૃષ્ણની ખીણમાં ખસ્યા. હડપ્પીય ધાતુકામના કારીગરોની આ હિલચાલથી નેવાસા, જેડ અને ચંદેલીમાં તેમજ દક્ષિણમાં વધુ આગળ તુંગભદ્રાની ખીણમાંના ટેલકોટ અને હલૂરમાં તાંબાના વાંધણાના અસ્તિત્વનું તાત્પર્ય સમજાય છે. વળી હડપ્પીય પતરી-ઉદ્યોગના ફેલાવા માટે મરકી ખાતે ચર્ટની લાંબી પતરીઓને તેમજ તુંગભદ્રાની ખીણમાં અને પેનરના નદી પ્રદેશમાં જેસ્પર, અકીક, અને કસેદનીમાંથી ઘડેલી વધારે ટૂંકી પતરીઓને પણ પુરાવો મળે છે. સેલખડીના ચંદા-ઘાટના મણકા બનાવવાની હડપ્પીય ક્રિયાપદ્ધતિ આંધ્ર-મૈસુર પ્રદેશમાં, ખાસ કરીને કર્નલ જિલ્લામાં, નૂતન પાષાણયુગના લક લઈ ગયા હતા. ટૂંકમાં, બહોળા વિસ્તારમાં હડપ્પીય કારીગરે પથરાઈ ગયા. હેવાના કારણે જ્યાંથી જ્યાંથી અનુકૂળ કાચી સામગ્રી મળી ત્યાં ત્યાં હડપ્પીય ઘાટ અને ક્રિયાપદ્ધતિ પ્રમાણે ઓજારો અને અલંકારણોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. હડપ્પીય પરંપરાઓના પ્રબળ ઉપ-સ્તર સાથેની નવી સંસ્કૃતિને ઉદય રંગપુર ખાતે કાલ ૨ રુ માં તાપીના ખીણપ્રદેશમાં સાવલડા ખાતે, ઉપલી કૃષ્ણની ખીણમાં ફૂડછી ખાતે અને કર્નલ જિલ્લામાં સિંગનપલ્લી વગેરે ખાતે ચળકતાં લાલ મૃતપાત્રોના દેખાવથી વ્યકત થાય છે. નવી સંસ્કૃતિનું બીજું લક્ષણ કેટલીક હડપ્પીય પરંપરાઓનું સુધારેલા સ્વરૂપે થયેલું પુનર્જીવન છે. ઉદાહરણ તરીકે, જંગલી બકરા જેવી પશુઓની આકૃતિઓ ચળકતાં લાલ મૃત્પાત્રો ઉપર ફરી ચીતરવામાં આવતી હતી. આમ છતાં આંટી પાડતાં શિંગડાવાળું પશુ સૌરાષ્ટ્રમાં દાખલ થયેલ ન ભાવ હતું. પરંતુ તાપીની ખીણ(સાલવાડા)ના માર અને બીજા પક્ષીઓના ભાવ લેથલ યા ના કુંભારી કામના પક્ષીના ભાવમાં સીધેસીધા વરતી શકાય છે. જો કે ફ્રાન્સના અને સેલખડીના મણકાને સ્થાને માટીના પકવેલા મણકા આવી ગયા હતા, આમ છતાં સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને