Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર.
કઢાઈ તબક્કા ૧૧ ના વચલા સ્તરોમાં જ દાખલ કરવામાં આવી હતી. દેસલપર ૧ મ માં લેથલના પ્રકારને દદા ઘાટના હાથાવાળે વાડકે પણ વપરાતે હતા, અને તબક્કા ૧ માં બંને પ્રકાર લોકપ્રિય બન્યા હતા. તબક્કા ૧૪ નાં બીજાં મહત્વનાં કુંભારી પાત્રોમાં તરંગાકાર રેખાઓ વગેરેવાળા આસમાની-લીલા રંગમાં ચિત્રિત રાખોડિયાં પાત્ર અને જોળા લેપવાળાં કાળાં–અને–લાલ પાત્ર છે. તબક્કા ૧ આમાં ક્રીમલેપવાળું ધિરંગી લાલ મૃત્પાત્ર દાખલ કરવામાં આવ્યું હતું, પરંતુ લાલ મૃત્પાત્ર અને સફેદ લેપવાળાં કાળાં–અને–લાલ મૃત્પાત્રોમાંના વિકસિત હડપ્પીય ઘાટ પણ ચાલુ હતા. સફાઈની સગવડોનું અસ્તિત્વ થોડીક ખાનગી ગટરોથી સચિત થાય છે. અહીં ૨.૫ મીટર જાડી પથ્થરની બનાવેલી જે દીવાલ ખુલ્લી થઈ તે ચાર મીટર પહોળી છે, પણ એ આખા ગામને ફરતે બાંધેલી નથી; એ નદીકાંઠા ઉપર પૂર-રોધક આડશ તરીકે તૈયાર કરવામાં આવેલી દેખાય છે. નદીના મુખ્ય પ્રવાહને બીજી દિશામાં વાળવામાં સહાયભૂત થાય તેવા કોણ-કેષ્ઠ અને પ્રક્ષેપ પણ જોવા મળે છે. અંદરની અને બહારની પથ્થરથી ચણેલી દીવાલની વચ્ચે કાચી ઈંટની પીઠિકાનું અસ્તિત્વ બતાવે છે કે મૂળમાં માત્ર કાચી ઈટોની પીઠિકા બનાવવામાં આવી હતી, પણ પછીથી એની બંને બાજુએ પથ્થરની દીવાલ કરી મજબૂતી આપવી પડી હતી. વળી કિલ્લેબંદીને અડીને કાચી ઈંટનાં મકાન પણ બાંધવામાં આવ્યાં હતાં, પરંતુ ઉખનિત મર્યાદિત વિસ્તારમાં માર્ગ–આજનોને પત્તો લાગતું નથી. દેસલપર જો કે નાનું નગર હતું, છતાં અહીંથી હાથ લાગેલાં સિંધુ લાં, મુદ્રાઓ અને મુદ્રાંક સૂચવે છે કે એ મહત્વનું વેપારી કેન્દ્ર હતું. ઉખનનમાંથી હાથ આવેલા મોટી સંખ્યાના માનવ–કૃત પદાર્થો ઉપરથી ત્યાંના રહેવાસીઓની સમૃદ્ધિને
ખ્યાલ આવી શકે છે. તાંબાનાં ઓજારેમાં છરીઓ, છીણીઓ, સળિયા અને કડીઓ મળ્યાં છે. તેલાં જેપર અને પકવેલી માટીનાં બનાવવામાં આવતાં હતાં, જ્યારે દેહાભૂષણમાં ચળકતી માટી, સેલખડી અને અર્ધ–કિંમતી પથ્થરોના મણકાઓને સમાવેશ થતો. પાન-ને-કાચલી ઘાટનાં ચર્ટનાં બાણ-ફળાં કેટ-દીજીના પ્રાગ–હડપ્પીય સ્તરમાંથી મળેલાં પાષાણ-ઓજારોની યાદ આપે છે. ચર્ટની લાંબી સમાંતર-ભુજ પતરીઓ અને લીસાં કરેલાં પથ્થરનાં વીંધણુ દેસલપરના હડપ્પીય સ્તરમાંથી મળેલા બીજ નોંધપાત્ર પદાર્થ છે. ઉત્તર હડપ્પીય વસાહતને, કદાચ પૂરથી, નાશ થયા પછી ઘણુંખરું એક સહસ્ત્રાબ્દી માટે એ સ્થળ તજી દેવામાં આવ્યું હતું. એમાં આરંભિક ઐતિહાસિક કાલ દરમ્યાન ફરી વસવાટ કરવામાં આવ્યો; આ કાલ રાજસ્થાનના રંગમહાલ મૃત્પાત્રો અને