Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪૦]
પદાર્થ
ઇતિહાસની પૂર્વભૂમિકા
તાંબું સીસું નિકલ લેટું કલાઈ ૧. લેથલની કિનારવાળી કુહાડી
૯૬.૨૭ ૨.૫૧ સ્વલ્પ સ્વલ્પ સ્વ૯૫ ૨. બિસીલીની
૯૮.૭૭ - ૦૬૬ - - મનુષ્પાકાર આકૃતિ
આથી લોથલની કિનારવાળી કુહાડી ગંગાની ખીણમાંના તાંબાના સંગ્રહમાંથી આવી એ શંકાસ્પદ છે, પરંતુ એ નિઃશંક છે કે એ પ્રકારવિદ્યા અને હુન્નરપદ્ધતિની દષ્ટિએ બિન–હડપ્પીય છે. કિસૌલીની કુહાડીમાં નિકલના ટકાનું પ્રમાણ ઊંચું છે અને એ ક્યાંથી આવી એ જાણવામાં આવ્યું નથી.
લેથલના કારીગરોને જેઈતાં આંકડીવાળા ગલ, દાતરડા, ધારવાળી શારડીઓ, આર અને સોય જેવાં તાંબા અને કાંસાનાં ઘણાંખરાં ઓજાર સ્થાનિક રીતે બનાવવામાં આવતાં હતાં અને પ્રકારની દષ્ટિએ એ હડપ્પીય છે. વળેલી ફાંસવાળી શારડી અને રંદે–સુતારને અને વહાણ બનાવનાર બંનેને ઉપગનાં– ભેંકવા બાજુના છેડાએ વીંધવાળી સોય અને વળાંકવાળી કરવત જેવા નવા એજારપ્રકારના સર્જનમાં લેથલના ધાતુકારેની શેકબુદ્ધિ વ્યક્ત થાય છે.
લોથલમાં ઉત્પન્ન કરવામાં આવેલા આંકડીવાળા ગલ જુદા જુદા માપના મળે છે અને એને ગળાકાર છેદ હોય છે. એ સામાન્ય રીતે કલાઈવાળા કાંસાના બનાવવામાં આવ્યા હોય છે. તાંબાના મિશ્રણવાળાં નાજુક ઓજારમાં ભોંકવાના છેડે અર્થાત સામે છેડે વીંધવાળી સોય, કાટખૂણિયા સંતવૃત્ત છેદના પાનાવાળી દાંતાની કરવત અને મેચીના ઉપયોગની આર છે. વૃત્તાકાર કરવત માનવની ખોપરી શારવાના કામ માટે અથવા તો નળાકાર પદાર્થોમાંથી ફાસ પાડવાના કામ માટે વપરાતી હોય. પાલાં, સજ્જડ બેસાડેલી બરણીઓ, ચમચા અને સાંકળીની કડીઓ (chain-links), તાંબામાંથી બનાવેલા ઘરગથ્થુ ઉપયોગ માટેના બીજા પદાર્થ છે. તેથલના લેકની પ્રસાધન-સામગ્રીમાં તાંબાના અરીસા, વાળમાં ખેસવાની સળીઓ અને કાન-ખોતરણીઓ હતી. અરીસો રેખાંકનમાં અંડાકાર છે, પરંતુ એને હાથે ભાંગી ગયેલ છે.
લેથલમાં ધાતુકામને કારણે ભઠ્ઠીઓ અને કારખાનાંઓની જરૂર ઊભી થઈ તબક્કા રે નું જણાયેલું સહુથી પ્રાચીન ધાતુ-કારખાનું નગરની ઉત્તર બાજુની સીમા પર આવેલું હતું. રેખાંકનમાં એ ગળાકાર છે અને એને એક છેડે