Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
}૨ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[31.
સમયમાં અને ફરી પાછું લાર્સા યુગમાં દિલમૂનથી પાછા ફરતા વેપારીએ માતી, સાવું, તાંબું, વૈ', કિંમતી પથ્થરના મણકા, અમુક જાતનું લાકડુ અને હાથીદાંતના કાંસકાએ અને જડાવ-કામેાથી ભરેલા માલના હિસ્સા ઉર ખાતેની નિગલ માતાને ચરણે ધરતા. સિ ંધુ શહેરામાંથી આવતી વેપારી ચીજોમાં કિંમતી પથ્થરના મણકા, હાથીદાંતના પદાર્થા, અમુક જાતનું લાકડું અને કદાચ સુતરાઉ માલને પણ સમાવેશ થતા. ઉપર એ હકીકત જણાવવામાં આવી જ છે કે નિકાસ કરવાને માટે લેાથલ ખાતે કારખાનાંઓમાં કિંમતી પથ્થરમાંથી મણકા બનાવવાની પ્રક્રિયા થતી હતી. નિકાસની બીજી મહત્ત્વની ચીજોમાં સ્થાનિક છીપા તેમજ હાથીદાંત હતાં. લેાથલમાં આયાત થતી વેપારી ચીજોમાં તાંબાના ગઠ્ઠા, અધ-કિંમતી પથ્થરા અને સાનુ` હતાં. ૧૪ મસ્કતમાંની તાંબાની ખાણા લેાથલ તેમજ સુમેરી શહેર।તે શુદ્ધ કરેલી ધાતુ પૂરી પાડતી હાવાનુ જણાય છે. મૈસૂરના સાનું ધરાવતા પ્રદેશ સિ... શહેશતે પીળી ધાતુ પૂરી પાડનારા મુખ્ય સ્રોત હતા, જ્યારે નર્મદા ખીણમાંના રાજપીપળાના અકીકના ભૂભાગ ભાગાતળાવ અને મહેગામ દ્વારા લાચલમાં એ અ-કિમતી પથ્થર માકલી આપતા હતેા. સાગ પંચમહાલ અને સાંબરકાંઠાનાં જંગલામાંથી આવતેા હતેા અને સેલખડી દક્ષિણના પ્રદેશમાંથી આવતી હતી, જ્યારે સિધના સક્કર–રાહરીમાંથી આવતું હતું. અધાનિસ્તાનમાંથી કયારેક કયારેક વૈદૂની આયાત થતી હતી.
ભારતીય વેપારીઓએ આ પેટા-ખંડની બહાર સમુદ્રપારનાં સ ંખ્યાબંધ વેપારી–કેંદ્ર સ્થાપ્યાં હતાં. જેના પર ભારતીય સંપ્રદાયનું દૃશ્ય કાતરેલું છે તેવું પથ્થરનું એક વાસણ દિયાલની ખીણમાં મળી આવેલુ હાઈ, એ પરથી ત્યાં આવી એક વસાહત હોવાનેા પુરાવા મળે છે. દિયાલ ખીણમાંના અરપાયિામાં પથ્થરનાં તેાલાં અને મણુકા તેમજ ખીજા લાક્ષણિક હડપ્પીય પદાર્થ મળી આવ્યા છે. સિધુ પેદાશા, ખાસ કરીને હાથીદાંતના પદા, સીરિયામાં ઉત્તરે છે. રાસ શમરા સુધી પહોંચ્યા હતા, જ્યાંથી સમુદ્રપારના વેપારના ગાળામાં કેટલીક જાતનાં ચિત્રિત મૃત્પાત્ર લેાથલ સુધી લાવવામાં આવેલાં જણાય છે.
માલની ગુણવત્તાનુ એકધારણપણું સિંધુ સભ્યતાનું મહત્ત્વનું લક્ષણ છે. એ પરથી સમ શાસનતંત્ર દ્વારા વેપારને લગતા નિયમાને થતા અસરકારક અમલ સૂચિત થાય છે. જોતાં આશ્ચર્ય થાય છે કે એજારાનાં, હથિયારાનાં અને અલકારાનાં ફદ, અને જેમાંથી એ બનાવવામાં આવતાં હતાં તે સાધનસામગ્રી પણ