Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
છ મું]
આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ
વસાહતીઓએ માનવ અને સરંજામને લગતી પોતાની તમામ સાધનસામગ્રી ભેગી કરી અને વધુ કાયમ પૂરરોધક પગલાં જ્યાં. કોઈ બુદ્ધિમાન અગ્રણીના માર્ગદર્શન નીચે એમણે કેટની દીવાલને પાછી મજબૂત કરી અને પૂર્વ-ચિંતિત યોજના પ્રમાણે ઊંચી પીઠિકા ઉપર મકાન બાંધ્યાં. એમણે કૃત્રિમ ધક્કાની રચના કરી વહાણોને નાંગરવાની સગવડો સુધારી લીધી, એટલું જ નહિ, એ ઉપરાંત નીકે અને સ્નાનગૃહ બાંધીને વધુ સારી નાગરિક સુઘડતા પૂરી પાડી.
છાપ પાડે તેવાં જાહેર મકાન ઊભાં કરવામાં અગ્રણીએ દાખવેલી હિંમત અને ચતુરાઈ નાંધપાત્ર છે. વસાહતીઓએ ઉઠાવેલા શ્રમની વિપુલતાનો એ હકીકત ઉપરથી ખ્યાલ આવે છે કે ધકકાની રચના કરતાં પહેલાં દસ લાખ ઘન મીટરથી વધુ માટી ખોદવી પડેલી અને વખારો, ગોદી વગેરે સંખ્યાબંધ જાહેર અને ખાનગી મકાને ઊભાં કરવા માટે કાચી તથા પાકી લાખે ઈટો તૈયાર કરવી પડેલી. મકાનોને પૂરથી સલામત રાખનારી અનેક નક્કર પીઠિકાઓ નીચલા નગરમાં અને ઉપરકેટમાં ઊભી કરવી પડી હતી. પહેલાં એમાંથી અહીં એ નેંધીએ કે તબકકા ૨ (ઈ. પૂ. ૨૩૫૦-૨૨૦૦)માં, સિંધુ ખીણનાં શહેરની બાબતમાં છે તેમ, લેખંડના જાળીવાળા ઘાટમાં સારી રીતે આયોજેલ વિશાળ મકાનો અને નવા માર્ગોની સગવડ કરવા વસાહતી વિસ્તારને સારા પ્રમાણમાં વિસ્તૃત કરવામાં આવ્યો હતો. તવંગરનું હોય કે ગરીબનું હોય, દરેક મકાનમાં સ્નાનગૃહ કરવામાં આવતું હતું, જેને નગરમાંથી ગંદા પાણીનો નિકાલ કરવા માટેની નીક દ્વારા જાહેર મોરીની સાથે જોડવામાં આવતું હતું. “નીચલા નગરથી અલગ તારવવા માટે જેને “ઉપરકેટ' સંજ્ઞા આપવામાં આવી છે તેવાં, નગરના દક્ષિણ વિભાગમાં પીઠિકાઓના સહુથી ભવ્ય સમૂહ ઉપર બાંધવામાં આવેલાં વિશાળ મકાનમાં રાજ્યકર્તા અને એના અધિકારીઓ રહેતા હતા. નીચલા નગરમાંનાં બધાં કારખાનાં અને રહેણાક મકાન ભિન્ન ભિન્ન ઊંચાઈવાળી પીઠિકાઓ ઉપર આવેલાં હતાં. દુકાનની હાર ધરાવતો બજારમાર્ગ નગરતળની ઉત્તર કિનારી સુધી લંબાતો હતો. નગરના કાળજીપૂર્વક આયોજનને બાજુએ રાખીને પણ કહી શકાય કે લેથલના લેકેએ સિંધુ સભ્યતાને સમૃદ્ધ કરવામાં એક નવું મહત્ત્વનું કાર્ય કર્યું તે એ કે લોથલના બંદરે આવતાં વહાણને નાંગરવાની વધુ સારી સગવડ કરી આપવા માટે ઘટ ઈટરી દીવાલને કૃત્રિમ ધક્કો તૈયાર કર્યો અને વસ્તુઓને સંગ્રહ કરવાની સગવડ માટેની વધતી જતી માંગને વખારે બાંધીને પહોંચી વળવામાં આવ્યું.