Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઇ-એતિહાસિક સતિએ
tપહ પાંદડાના આકારનું પાતળું ભાલું (ભાલાનું ફળું) એ લગભગ છરી જેવું છે (પટ્ટ ૨૪, આ. ૧૩૬). મધ્ય ભાગના ટેકાનું કામ આપતા ઊભા ઘાટે ચિરાયેલા લાકડાના હાથામાં એ સાતું હોવું જોઈએ. જેથલમાંથી મળેલાં ભાલાનાં બે ફળોને પકડમાં રાખવા માટેનાં વીંધ છે. ખંજરે લંબાઈમાં ૩ થી ૧૦ સે.મી.નાં છે, પરંતુ એ યુદ્ધમાં વાપરી શકાય તેવાં મજબૂત નથી. એમાંના એકને વાળલે ગાળે. છે અને બીજાને કાણાવાળી અણુ છે. નિઃશંક રીતે ભાલા તરીકે વપરાતું હશે તેવા ફરી વાળેલા પેદાર અણિયા સાથેનું ચપટ, પાંદડા ઘાટનું પાનું લોથલમાં મળતું નથી. આ પ્રકાર સિંધુ સભ્યતામાં વિશિષ્ટ છે અને ભારતીય ઉપખંડની બહાર એ માત્ર હિસરમાં સમય રૂ માં મળે છે. જેથલમાંનાં તાંબાનાં બાણ-ફળાં પાતળાં, ચપટ અને સાંકડા ચકલી–પૂછડિયા આંકડાવાળાં છે, પણ એને હાથામાં બેસવાની અણું નથી. છેલ્લે એક એવા મહત્વના ઓજાર–પ્રકારની વાત કરીએ કે જે યુદ્ધના હથિયાર તરીકે અથવા લાકડાં કાપવાના સાદા ઓજાર તરીકે વાપરી શકાતું હોય. એ પાનાવાળી કુહાડી છે કે જેની લેથલમાં ત્રણ અલગ - અલગ જાત તારવી શકાય છે. લાંબા સાંકડા પાનાવાળી અને લગભગ સમાંતર બાજુઓ ધરાવતી કુહાડી સિંધુખીણ અને લોથલમાં સામાન્ય હતી. બીજે પ્રકાર પહોળું પાનું અને બેઉ હાંસની જરાક અવતલતા ધરાવતી ચપટ કુહાડીને છે. એ હડપ્પા, મોહે જો–દડો, ચાહુ-દડો, રંગપુર અને લોથલમાં મળી આવે છે. ત્રીજો પ્રકાર તે પટ્ટીમાં હાથા માટેના બાકેરાવાળી કુહાડીને લાગે છે, પણ એ તૂટેલે છે. લોથલમાં આ ત્રણ જાણીતા પ્રકારે ઉપરાંત બીજના ચંદ્રના આકારની કિનારવાળી અવનવી કુહાડી મળી છે, પરંતુ કમનસીબે કિનારો અને બીજના ચંદ્રના આકારની હાંસની સામેની ધાર ભાંગી પડી છે. એ ભાંગેલી ધાર કાપવાનું કામ આપે તેવી તીક્ષણ હતી કે કેમ એ જાણવામાં આવ્યું નથી. એની કિનારે આકાર બાજુઓ ઉપર કેવો હતો એ વિશે પણ કહેવું એટલું જ અચોક્કસ છે. સપાટી ઉપર બધે ધ્યાન ખેંચે તે રીતનાં હથેડાનાં નિશાન જોવામાં આવે છે અને કેટલાક વિદ્વાનેએ સૂચવ્યું છે કે આ કુહાડીને ઉપગ ધાતુ-કામમાં થતા હતા,
જ્યારે બીજાઓ એને ધાર્મિક ક્રિયાનું પ્રયોજન આપે છે. ઉત્તર પ્રદેશમાંના કિસૌલીમાંથી મળેલી માનવાકાર ઘાટની કુહાડી સાથે એની કેટલીક વાર સરખામણી કરવામાં આવે છે. જોકે ઢાળે પાડો અને પછી હથેડાથી ટીપવું એ બેઉ કિસ્સાઓમાં અપનાવવામાં આવેલી હુન્નરપદ્ધતિ સમાન છે, આમ છતાં વાપરવામાં આવેલી ધાતુનું સંજન, નીચેના કોઠામાં બતાવ્યું છે તે પ્રમાણે, ભિન્ન ભિન્ન પ્રકારનું છેઃ