Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ સું]
પ્રાગઐતિહાસિક સસ્કૃતિ
[ ૯૦
ગામમાં અને ગેાદાવરીની ખીણમાં આવેલા દાઈમાબાદમાં ‘“નૂતન–પાષાણ તબક્કા”નાં પાષાણનાં ધસેલાં ચકચકિત એજારા કેસેડની વગેરેની ટૂંકી પતરીઓની સાથેાસાથ મળે છે. આમ આપણને સૌરાષ્ટ્રની તામ્રપાષાણુ સંસ્કૃતિએ અને દક્ષિણ ગુજરાતના નૂતન પાષાણુ અવશેષામાં પ્રવેશ કરતી ભૌમિતિક શૃંખલા દ્વારા લઘુપાષાણ પરંપરાની પ્રસરણશીલ (diffusional) ઉત્તેજના (stimulus) જોવા મળે છે. અનુક્રમે રંગપુર અને લાથલની ઉત્તર-હડપ્પીય અને અનુ-હડપ્પીય કાલની ‘અણીએ અને અચંદ્રાકૃતિઓ પણ લઘુપાષાણુ પતરી ઉદ્યોગનું અનુસ ંધાન છે; હડપ્પીય લોકો પાતાની સાથે પથ્થરની પતરીઓના જથ્થાબંધ ઉત્પાદનને માટે બંધ એસે તેવી “ઉપરને છેડે બેઉ બાજુથી મળી જાય તેવા આકાર આપતી ક્રિયાપદ્ધતિ” (crested ridge guiding technique) લાવેલા હતા, તેની અસર નીચે એ ઉદ્યોગ–પરંપરા પુનર્જીવન પામી હતી. રંગપુર−૧ ના લેાકેા અને લાંધણજના લેકે કૃષિકારામાં પહેલા અને અનાજ ઉત્પન્ન કરનારાં નાનાં ગામડાંઓમાં રહેવામાં પહેલા હતા. એ અર્થમાં આ ખેમાંથી એકને પણ ચાક્કસ રીતે આદિમ ગ્રામ-કૃષક જાતિઓ ગણી શકાય એમ નથી. ગુજરાતમાંની ભૌતિક (material) સંસ્કૃતિના વિકાસ દર્શાવવામાં લાંધણજ અને રંગપુરના સ્થાનિક લોકો પછી પ્રભાસના લેાકા આવે છે.
(આ) હ્યૂસર મૃત્પાત્રાની સંસ્કૃતિ
જૂનાગઢ જિલ્લાના વેરાવળ બંદર પાસે આવેલા પ્રભાસપાટણ નજીકના જૂના ટીંબાના, ૧૯૫૫-૫૬ અને ૧૯૫૬-૫૭નાં એ વર્ષોમાં થયેલા ઉત્ખનનમાં બબ્બે પેટા–કાલવાળા એ “સાંસ્કૃતિક કાલ” પાડવામાં આવ્યા હતા. કમભાગ્યે એ પેટા-વિભાગે વચ્ચેના ભેદ બહુ સ્પષ્ટ કરાયા નથી. કાલ ૨ના એ પેટાવિભાગેામાંના પહેલા અ, ધૂસર રંગમાં અથવા લાલ રંગમાં ભિન્ન ભિન્ન રીતે લી...પાયેલાં બિનસફાઈદાર ઠીકરાંના નાના જથ્થા ધરાવતા એવા રેતી અને કંકરના એકમાત્ર સ્તરથી વ્યક્ત થાય છે. આકારા અને ઉત્કીર્ણરૂપાંકને જ્યાં જ્યાં મળ્યાં ત્યાં ત્યાં ગુજરાતમાંનાં ઉત્તર-હડપ્પીય નૃત્પાત્રા(pottery)ની સાથે મળતાં આવ્યાં છે. વળી એ પેટા-કાલ લઘુપાષાણયુગનાં સામાન્ય લક્ષણ અને ફ્રાયેન્સના ખ ંડિત (segmented) મણકા સાથે સંકળાયેલા છે. ૧ આ પેટા-કાલમાં પ્રભાસપાત્રાની સાથેાસાથ ઉત્તર-હડપ્પીય મૃત્પાત્ર-પ્રકારો અને ચિત્રિત આકૃતિએ નીકળેલ છે. છેક પ્રાચીનતમ સ્તરમાંથી મળી આવેલાં મૃત્યાત્રાના વ્યવસ્થિત પરીક્ષણ પરથી માલૂમ પડી આવ્યું કે એમાં ઘેાડીવાળી થાળી, છિદ્રાળુ ઘડા,