Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
'પણું પ્રએતિહાસિક સંસ્કૃતિએ
t૧૧૦ આપણે અહીં એ તપાસીએ કે આ સમાંતરદ્વિભુજ ચતુષ્કોણ આકારનું બાંધકામ પીવાના પાણીનો સંગ્રહ કરવા માટેના જળાશય તરીકે પ્રયોજાયું હોઈ શકે કે નહિબંધની દીવાલની અંદરની બાજુએ ઢાળ કે પગથિયાંની રીતે માણસે અને પશુઓને માટેનો યોગ્ય ઉપસર્પણમાર્ગ મળ્યો નથી તેથી એ બાંધકામ તળાવ તરીકે વપરાયું હોવાનું શક્ય નથી. બીજું, જે એને તળાવ તરીકે ઉપયોગ કરવાનું હોત તો નદી-સિંચાઈના વિસ્તારમાંથી પાણી આવવા દેવા માટે એ ઓછામાં ઓછી એક બાજુએ તો પૂરેપૂરું ખુલ્લું રાખવામાં આવ્યું હોત, પરંતુ આ કિસ્સામાં આવું થયું નથી. ત્રીજુ, જ્યારે માટીના બંધથી જ કામ પતી જાય એમ હોય ત્યારે તળાવની પાળીને બાંધકામમાં હડપ્પીય લેકેએ ભઠ્ઠીમાં પકવેલી લાખો ઈ ટોનો દુર્વ્યય કર્યો ન હોત. ભઠ્ઠીમાં પકવેલી ઈટ એટલી કિંમતી હતી કે ત્યાંના રહેવાસીઓને પોતાનાં મકાન બાંધવાના કામમાં એ વાપરવાનું પણ પિસાતું નહતું. પકવેલી ઈટને આટલી મોટી સંખ્યામાં થયેલે ઉપયોગ સૂચવે છે કે લોથલના અર્થકારણમાં આ બાંધકામે તળાવ કરતાં વધુ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ચોથું, ધકકા તરીકે એ બાંધકામના થયેલા ઉપયોગનો સ્પષ્ટ પુરાવો એ છે કે એના પાત્રમાંથી કાણાં પાડેલાં પથ્થરનાં લંગર અને દરિયાઈ છીપલાં મળ્યાં છે. સંભવિત ધકકાના સ્થાનની અને એની આસપાસના પ્રદેશની તપાસ કરી ગયેલા ગુજરાત રાજ્યના બંદર-નિયામકે એ અભિપ્રાય આપે છે કે આદ્ય ઐતિહાસિક કાલમાં સમુદ્રની પટ્ટી લોથલ સુધી લંબાયેલી હતી અને આ સમાંતરદ્વિભુજ ચતુષ્કોણ આકારનું બાંધકામ ધકકા તરીકે પ્રજાઈ શકર્યું હોય.
શ્રી. વી. એસ. લેલેએ લોથલના ધક્કાને ભારતમાંના અર્વાચીન ધક્કાઓ સાથે સરખાવ્યો છે ૧૧ બંદરનું નામ લંબાઈ , પહોળાઈ ઊંડાઈ ૧. લેથલ ૨૦૯૩ મી. (૫) ૩૪.૭ મી. (દ) ૪.૧૫ મી.
૨૧૨.૪ મી. (૫) ૩૬.૪ મી. () (ગુરુતમ). ૨. મુંબઈ (અ) ૧૫.૪૦ મી. ૧૯૯૬ મી. ૬.૭૧ મી.
(લઘુતમ) (આ) ૩૦૪.૮૦ મી. ૩૦.૪૮ મી. ૧૦.૦૬ મી. ૩. વિશાખાપટ્ટનમ ૧૧૧.૫૬ મી. ૧૮.૨૯ મી. ૪.૨૭ મી.