Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા
[ પ્ર. વહી જવાની ખાતરી રહે. એક દાખલામાં મેલા પાણીને પ્રવાહ સાધારણ રહે એ માટે એક મેટી ગટરની વચમાં એક સાંકડી મોરી (drain) બાંધવામાં આવી હતી, પરંતુ મુખ્ય ગટર (channel) પોતે વરસાદનું પાણી લઈ જતી હતી. આ હિકમત અર્વાચીન સમયમાં પણ સુધરાઈના ઈજનેરેએ અપનાવેલી છે. ઊંચી સપાટીની પીઠિકાઓના બંને છેડે બાંધેલા અને ધક્કા સાથે જોડાયેલા ખાળકૂવાઓમાં ઉપરકેટમાંની મુખ્ય બે જાહેર ગટર દ્વારા પાણી છોડાતું હતું. ખાળ-કૂવાઓમાં ઘન કચરો એકઠા ન થાય એ માટે લોથલના ઈજનેરોએ ખૂબ જ ચતુરાઈ ભરેલે પ્રકાર સ્વીકાર્યો હતો તે, ખાળકૂવાઓમાં માત્ર પ્રવાહી મેલું જાય એ માટે મુખ્ય ગટરના મુખ ઉપર લાકડાને પડદો દાખલ કરવાને. એ ઘન કચરાને ધક્કામાં જતાં પણ અટકાવતો હતો. જેમ અને જ્યારે મકાનના તળની સપાટીને ઊંચી લાવવા જરૂર ઊભી થતી તેમ અને ત્યારે ઇટથી બાંધેલ ખાળકૂવા દરખૂંગો મુનિત-મજાકારે નાના હતા કે ઊંચા કરેલા તળિયામાંથી પાણીને જવાને માટે દીવાલના છેદમાં પાણીનો ઢાળિયે બાંધવામાં આવતો હતો. આને લીધે પાણીને ભરાવો થવાનું અને મેરીઓ પુરાઈ જવાનું અટકી જતું હતું. મોહે જો–દડોમાં પાણીના ઢાળિયા એ માટે બાંધવામાં આવતા હતા કે એને લઈને અગાશી અને ઉપરના માળથી વરસાદનું અને ગંદુ પાણી વહી જાય. રસ્તાઓમાં માણસ-બારાની જોગવાઈ એ સ્વાથ્ય ઇજનેરી વિદ્યામાં લોથલનું મહત્વનું પ્રદાન હતું. એ બાકોરું રસ્તાની તળસપાટીની સાથે સમતળ એક મોટી ખાળ-કાઠીની ઉપર બાંધવામાં આવેલી પકવેલી ઈંટોની સમરસ કંકીના રૂપમાં હતું. કાઠીના તળામાંનું છિદ્ર ગટરમાં પ્રવાહી પાણીને જવા દેતું હતું, જ્યારે એમાં એકઠો થતા ઘન કચરો સમયે સમયે દૂર કરવામાં આવતા હતા. નીકે અને જાહેર ગટરોના સંગસ્થળ ઉપર ઘન કચરે દૂર કરવા માટેની તપાસ-કંડીઓ તરીકે કામ આપે તેવી ઈટોની લંબચોરસ કુંડીઓ બાંધવામાં આવી હતી. પ્રસંગવશાત ખાળ-કોડીઓ પણ એ જ હેતુ સારતી હતી.
લેથલના ઈજનેરોએ ગટર-જનાને એટલી સારી રીતે પૂર્ણતાએ પહોંચાડી હતી કે સમગ્ર ઘરાળ કરે અને વરસાદી પાણી નગરમાંથી અસરકારક રીતે દૂર કરવામાં આવતાં હતાં અને એને એક બાજુ ધક્કામાં અને બીજી બાજુ દામા એવી રીતે જવા દેવામાં આવતાં હતાં કે ઘન કચરો બેમાંથી એકેમાં દાખલ થઈ શકે નહિ. લેથલમાં ગટરોનાં બાંધકામ અને કાર્યવાહીને પ્રકાર અર્વાચીન શહેરમાં છે તેના જેવો હતો, જેમાં નુકસાનકારક ગેસને મકાનમાં દાખલ થવા દીધા સિવાય કચરો ઝડપથી દૂર થઈ જાય જ. સમગ્ર શહેરમાં ઝડપથી સફાઈ થાય અને