Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૮ ] ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. પીવા મથતા હરણનું ચિત્ર છે. આ ચિત્ર પરથી પાણી ન પી શકતા તરસ્યા હરણની વાર્તાની અટકળ થઈ શકે. ઝાડની પાતળી ડાળીઓ અને હરણના એનાથી પણ વધુ પાતળા પગ, એનાં દમામદાર શીંગડાં અને લાવણ્યમય ડેક બારીક પીંછીથી કાળજીપૂર્વક કરવામાં આવેલાં છે. કલાકારે પશુની ગતિ એના પગોના સ્થાનવિન્યાસથી સૂચવી છે. વાસણમાં કેટલાક કાંકરા નાખવાથી પાણીની ઊંચે આવેલી સપાટીને કારણે પિતાની તરસ છિપાવવામાં સફળતા પામેલા પક્ષી તરફ હરણ પાછળ જઈ રહ્યું છે. જગ્યાને ભરચક બનાવ્યા સિવાય કે એક પણ વિગતને જતી કર્યા વિના ૧૫.૫ સે. મી. ની સાંકડી જગ્યામાં આ પ્રસંગ ચીતરી બતાવ્યું છે એ નોંધપાત્ર સિદ્ધિ છે. પ્રસંગવશાત્ એ જ પાત્ર બે જુદી શૈલીઓમાં ચીતરવામાં આવ્યું હતું. જેની સપાટીને ચાર પટ્ટીઓમાં વિભાજિત કરી છે તેવું “” ઘાટનું પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે : એક પટ્ટી પ્રાંતીય શૈલીમાં અને બાકીની સિંધુ શૈલીમાં ચીતરવામાં આવેલ છે. પ્રાંતીય શૈલીમાં આલેખેલા ચિત્ર ઉપરથી “કાગડે અને લુચ્ચું શિયાળ” ની વાતના વિષય-વસ્તુ વિશે અટકળ થઈ શકે છે. અહીં શિયાળ જેવા પ્રાણીનું માથું અને પાછલે ભાગ તથા એની ટૂંકી જાડી પૂંછડી ઝાડની નીચે બતાવવામાં આવ્યાં છે, જ્યારે ચાંચમાં માછલી પકડી રાખી રહેલાં કેટલાંક પક્ષીઓને ડાળીઓ ઉપર બેસાડેલાં છે અને થોડાં બીજાને ઊંચે ફડફડ ઊડતાં બતાવ્યાં છે. શિયાળની પાછળ જાણે કે જમીન ઉપર માછલી નાખેલી બતાવવામાં આવી છે. જુદાં જુદાં સૂચન કરવામાં કલાકાર ભારે કલ્પનાશીલ છે. પક્ષીઓનું ઊડવું આકાશમાં પગે બતાવીને સૂચવ્યું છે, જ્યારે ઝાડ ઉપર બેઠેલાં પક્ષીઓની અડધી ઉઘાડી પાંખે બતાવે છે કે તેઓ પણ ઊડી જવા તત્પર છે. આવા ઉચ્ચ કલ્પનાત્મક ચિત્રણને સિંધુ ખીણના કુંભારે કદી પ્રયત્ન કર્યો નહોતો કે જે ઉપરથી પ્રસિદ્ધ લોકકથાઓનું વસ્તુ કલ્પી શકાય. પ્રાંતીય શૈલીનું બીજું નોંધપાત્ર લક્ષણ ભૂમિ ઉપરનાં દાના સમાવેશનું છે. પિતાને દરરોજ ખેતરમાં જોવા મળતાં હતાં તેવાં પક્ષીઓ અને રોપાનું લેથલના કલાકારે નિરૂપણ કર્યું છે (૫ટ્ટ ૧૯, આ. ૧૩૪). એક દાખલામાં બરણી ઉપર બગલાની જોડી ચીતરી છે,
જ્યારે બીજી બરણમાં સમુદ્રકાંઠાની પટ્ટીઓમાં સામાન્ય એવાં બે માનવભક્ષી પક્ષીઓ કાળજીપૂર્વક બતાવવામાં આવ્યાં છે. આ શૈલીનું ત્રીજું ઉદાહરણ ઠીકરી ઉપર ચીતરેલા ઝાડની નીચેના સપનું છે.
કમનસીબે “સમય ” માં થલવાસીઓની સમૃદ્ધિની પડતીને લીધે લેથલની માટીકામની કળાએ એકાએક પીછેહઠ અનુભવી. એમ અટકળ કરી શકાય કે વાસણોનું ભવ્ય રીતે ચિત્રણ કરવામાં રહેલી જરૂરી મહેનત અને કારીગરીનો