Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ર ]
ઈતિહાસની પૂર્વભૂમિકા ( [ પ્ર કે મોટા ભાગના કિંમતી પથ્થરની બહારથી આયાત કરવાની હતી, આમ છતાં એમણે સાધનસામગ્રીની પસંદગીમાં ઊંડી સૂઝ બતાવી છે અને કુદરતી રેખાઓ અને પકાઓને લાભ લઈ એને ભાતીગર રંગેના અનન્ય પ્રકારના મણકાઓને ઘાટ આપે છે. “કાર્નેલિયન’ અકીક, “કેલસેડની' “જેસ્પર, એપલ, એનીસ, કિસેપેઝ, પ્લેઝમા, સ્ફટિક, વૈર્ય, સાર્ડ અને એમેઝોન પથ્થર જેવાં અર્ધ– રોને એમણે ઉપયોગ કર્યો હતો, જેમાં ખૂબ જાણીતાં તે અકીક, “જાસ્કર” અને “કાર્નેલિયન” છે, કારણ કે એને માટે કાચો માલ વિપુલતાથી મળતું હતો. એ નોંધવું જોઈએ કે જેથલની પડતી પછી જેને કેટલાક વિદ્વાનોએ મહીનગર કે મીનનગર તરીકે ઓળખાવેલ છે તે નગરામાં, અને એનાથી મોડે સ્તંભતીર્થ એટલે કે ખંભાતમાં મણકા–ઉદ્યોગ વિકાસ સાધેલું દેખાય છે. ખંભાત નજીક આવેલ પ્રાચીન ઐતિહાસિક સ્થળ નગરામાં ઉખનનથી અકીક અને “કાર્નેલિયન”ના ઘણા મણકાઓ મળી આવ્યા છે. ખંભાતમાં, ઉત્પાદનની જુદી જુદી કક્ષાએ પહોંચેલા અર્ધ-કિંમતી મણકાઓ ભરેલી માટીની બે મોટી કેડીઓ ઈ. સ. ની ૧૧મી સદીની બે અભિલિખિત જૈન પ્રતિમાઓ સાથે મળી આવી છે. આ પ્રમાણથી એ સ્પષ્ટ છે કે મણકા-ઉદ્યોગ ખંભાતના અખાતના માથે આવેલાં લોથલ, નગરા અને ખંભાતમાં છેલ્લાં ચાર હજાર વર્ષ કે એનાથી વધુ સમયથી ક્રમિક રીતે વિકસેલ ઉદ્યોગ છે. ખંભાતના મણિયારે, હડપ્પીય પથ્થર-કારીગરેએ ઈ. પૂ. ૨૪૦૦માં જે વિકસાવી હતી તે જ પ્રક્રિયાનું અનુસરણ કરતા આવ્યા છે.
લોથલમાંથી પથ્થરના મણકાઓના કેટલાક અનન્ય કહેવાય તેવા પ્રકાર મળ્યા છે. ખૂણાઓની સાવધાની ભરેલી પસંદગી દ્વારા એ સલાટ એવા મણકાઓ ઉત્પન્ન કરતા હતા કે જેમાં આંખ જેવા ભાગ ઉપર ભાર આપવામાં આવ્યો છે. એ મણુકા જોડા-ઘાટના અને એક બાજુ સપાટ તે બીજી બાજુ ઉત્તલ હતા. લેથલના સલાટોએ ઘડેલાં હડપ્પીય ઘરેણાંઓમાં બીજ દુર્લભ પ્રકારે તે અકીકના દિનેત્ર મણુકા તેમજ “જાસ્મર”ના પટ્ટાવાળા અને સેનાની ટોચવાળા મણકા છે ભઠ્ઠીમાં અકીકને પકવીને તેઓ એમાંથી કાર્નેલિયન બનાવતા હતા અને વળી સખત પથ્થર ઉપર પણ કરી શકતા હતા, એ હકીકત જ તેઓએ પ્રયોજેલી રાસાયણિક પ્રક્રિયાઓનું ઉચ્ચ કોટીનું જ્ઞાન દર્શાવે છે. કાર્નેલિયન મણુકાઓમાં કોતરકામ ગરમ કરવામાં આવેલા પથ્થરમાં ક્ષારથી ભેદીને કરવામાં આવતું હતું. કાતરવામાં આવેલી ભાતે તે સકેંદ્ર વર્તુલે અને 8 ની આકૃતિ હોઈ લેથલે આવા કતરણીવાળા મણકા સહુથી મેટા પ્રમાણમાં ઉત્પન્ન કર્યા હેઈ છે, જ્યાં