Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૨) ઈતિહાસની પૂર્વભૂમિકા
- tઝ ખંડમાં કમાનદાર છાપરુ કરવાને પણ યત્ન કરેલે, પરંતુ મેહે જો-દડોની જેમ સામાન્ય રીતે છાપરું લાકડાનાં આડાં, વળા અને પાટિયાંથી ટેકવેલું ચપટ હેવાનું માલૂમ પડી આવે છે. લાકડાનાં આડાંઓને ઉપયોગ થતો હતો, એનું પ્રમાણ એક મકાનના તળિયામાંથી મળેલું ૨.૩૫ મીટર લાંબું સડી ગયેલું આડું છે. લાકડ-કામ બધું જ નાશ પામેલું અને ધૂળ થઈ ગયેલું હઈ સુતારની કામગીરી ઉપર કે લાકડું કોતરનારાની કલા ઉપર કોઈ પણ પ્રકારને પ્રકાશ નાખવાનું શક્ય નથી.
પથ્થરની તદ્દન અછત અને ભઠ્ઠીમાં પકવેલી ઈંટ બનાવવાના ભારે ખર્ચને કારણે બધાં ખાનગી મકાને અને પીઠિકાઓ કાચી ઈંટોથી બાંધવામાં આવતાં હતાં. ભઠ્ઠીમાં પકવેલી ઈટોને ઉપયોગ ધકકો, ગટરો અને સ્નાનખંડના તેમજ ઉપરકેટમાંનાં મહત્ત્વનાં ખાનગી મકાનના ઉપલા ભાગમાં મર્યાદિત હતા. પકવેલી ઈટના ૨૮૪૧૪૬.૫ સે. મી. અને ૨૫૮૧૨.૫૬ સે. મી. એવાં બે ધોરણનાં કદ લેથલમાં જોવા મળ્યાં છે. અણપકવેલી ઈટ એ કરતાં થોડી જ મટી હતી, પરંતુ જ્યારે પકવવામાં આવે ત્યારે માપસરની બની જાય તેટલી જ હાંસ વધુ રાખવામાં આવતી. આ હાંસથી જ સ્પષ્ટ રીતે માલુમ પડી આવે છે કે પકવેલી અને અણુપકવેલી ઈ ટાને માટે સરખું બીબું વાપરવામાં આવતું હતું. બધા જ કિસ્સાઓમાં ૧ લંબાઈ: ૨ પહોળાઈનું પ્રમાણ જાળવી રાખવામાં આવતું હતું કે જેથી આખી ઈટ તેડા તેમજ પટી તરીકે વાપરી શકાય. આ વિગતે પરથી સ્પષ્ટ છે કે હડપ્પીય લેકે માત્ર અર્વાચીન ધોરણોએ જ નહિ, અર્વાચીન સિદ્ધાંત અનુસાર પણ ઈટ પકવતા હતા.
કમનસીબે કોઈ પણ મકાનની ઊંચી ઊભી દીવાલે મળી નથી કે છાપરું અકબંધ હોય તેવું કઈ મકાન મળ્યું નથી, આથી એ કહેવું શક્ય નથી કે બારીઓ અને બારણાં કેવાં હતાં, પરંતુ આપણને મોહે જો–દડોમાંથી મળ્યાં છે તેનાથી એ જુદાં હોઈ શકે નહિ. તેથલમાં બારણાની પહોળાઈ ૧ થી ૧.૫ મીટરની હતી અને બારણુંના કેટલાક ગાળા પથ્થરના બનાવેલા હતા, પરંતુ બીજા કિસ્સાઓમાં લાકડાને ઉપયોગ થયો હોવો જોઈએ. એ જાણવું રસપ્રદ છે કે ખડચી ઈટ ગોઠવીને ૨૨ સે. મી.ના પગથિયાંવાળી સીડી બાંધવામાં આવી હતી.
લેથલમાં જુદા જુદા હેતુઓ માટે બાંધવામાં આવેલી ત્રણ જાતની ભઠ્ઠીઓ જાણવામાં આવી છે. એમાંની એક તલમાનમાં ગોળ છે અને એને એકબીજા સાથે સંબંધ ધરાવતી ચાર નળીઓ છે, અને એના ભૂગર્ભ ખંડમાં એક મુખ છે