Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
v] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ (પદ ૧૮, આ. ૧૩૨). ભઠ્ઠીના ઉપલા ખંડમાંની વામણું દીવાલના બાંધકામમાં વપરાયેલી ઈટ ૩ સે. મી. જાડી છે. દીવાલને પોતાને માટીની ગારથી લીંપેલી છે. આ ભઠ્ઠીને ઉપયોગ મણકા બનાવનારાઓ અકીક, જેસ્પર અને બીજા અર્ધ–કિંમતી પથ્થરના ટુકડાઓ જેવા કાચા માલને પકવવા માટે કરતા હતા કે જેને લઈ છોલતાં અને પીસતા પહેલાં એનાં ઉપલાં પડ દૂર કરવાની સરળતા થાય. આમ તૈયાર કરેલા મણકાઓને ભઠ્ઠીમાં ફરી પકવવામાં આવતા હતા કે જેને લઈ રંગે ઊંડાણ પકડે. આ બંને દાખલાઓમાં, અત્યારે ખંભાતમાં અકીકિયા વાપરે છે તે પ્રમાણે, એ પદાર્થો રાખવાને માટે માટીના પડા વાપરવામાં આવતા હતા. ઉપરના ખંડની ગોળ દીવાલ એટલી પાતળી છે કે લોથલની ભઠ્ઠી ઉપર ચપટ છાપરું કે ઘુંમટ હોવાનું સૂચિત થાય નહિ.
તામ્રકારે તાંબાના ગઢા ગાળવા માટે અને ઓજાર તેમજ ઘરેણાં ઢાળવા માટે લંબચોરસ કે ગેળ ભઠ્ઠીનો ઉપયોગ કરતા. બજારના રસ્તામાં બાંધેલી આવી એક લંબચેરસ ભઠ્ઠીની આજુબાજુ ખાંચી મૂકેલી પાકી ઈંટ મળી આવી છે. તલમાનમાં એનું માપ ૭૫૬૦ સે.મી. છે અને એ ૩૦ સે.મી. ઊંડી છે. ભઠ્ઠીની નજીક મળેલાં તામ્રકારનાં બીજાં સાધનોમાં માટીની પકવેલી બે કુલડી, તાંબાની એક કાપણી અને પથ્થરની એક ઘનાકાર એરણ છે. નીચેના નગરના ઉત્તર છેડેથી મળેલી બીજી ભઠ્ઠી તલમાનમાં ગોળ છે અને એને વ્યાસ એક મીટર છે. એનું મોઢું બતાવે છે કે ઉષ્ણતામાન વધારવા એમાં પવન ધમવાને માટે ધમણ વાપરવામાં આવતી હતી, પણ કમનસીબે દીવાલો તદ્દન જીર્ણશીર્ણ છે. પકવેલી માટીની વાટકા–ઘાટની જાડી કુલડી ગઠ્ઠાઓ ગાળવાને માટે વપરાતી. એ ભઠ્ઠીમાંથી મળેલી મહત્ત્વની પ્રાપ્તિ (find) છે.
રંગનાં ટાંકાં વધુ શાસ્ત્રીય રીતે બાંધવામાં આવતાં હતાં. ઈટની ફરસબંધીમાં જુદી જુદી સપાટીએ બે ઘડા મૂકવામાં આવતા હતા અને એ નળીઓ વડે એકબીજાની સાથે જોડી દેવામાં આવતા હતા. ઉપરના ઘડાની ઉપરવટ થઈને વહેતું પાણી નીચલા ઘડામાં પડતું હતું. આ નીચલા ઘડાને તળામાં કાણું રહેતું અને
ઘડાને નળીથી મુખ્ય નીક સાથે જોડવામાં આવતો હતો. ઉપરના ઘડાની આસપાસનું - ઈટરી તળિયું ચૂનાની છે-વાળું રહેતું. તબક્કા ૩ ના સમયનાં આવાં બે ટાંકો ઉપરકેટમાં જોવામાં આવ્યાં છે.