Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ ] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ
[૧૨૫ છે અને અંદર બેસેલી આંખે પડી ગયેલી છે. તાંબાની બીજી પણ પશુઓની આકૃતિઓ છે, પણ તેઓને ઓળખવાનું મુશ્કેલ છે. એમાંની કેટલીક એક કરતાં વધુ ખંડોનાં બીબાં વાપરીને નષ્ટ મીણની પદ્ધતિએ ઢાળવામાં આવેલી હતી. .
લોકપ્રિય પૂર્ણમૂર્ત કલા (Art-in-the round) માટે ધાતુને બદલે માટી પસંદ કરવામાં આવતી હતી, કારણ કે એમાં ઘણી રૂપક્ષમતા અને સુલભતા, રહેલી છે. લોથલમાં માનવ-ઘાટની પકવેલી આકૃતિઓ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં છે, છતાં જે કાંઈ ડી મળી આવી છે તે ઘણી વાસ્તવિક અને તેથી સિંધુ ખીણની સાદીસીધી આકૃતિઓથી જુદી પાડી શકાય એવી છે. લોથલ “, વિભાગમાંથી મળેલી ત્રણ પુરુષ–આકૃતિઓમાં સહુથી મહત્ત્વનું એક ઉત્તરાંગ (bust) છે. એની ચોરસ કાપેલી દાઢી તરી આવે છે. એને તીક્ષ્ણ નાક, લાંબી કાપેલી આંખો અને લીસું ભાથું છે. લોથલમાંથી મળેલ બીજા પુરુષના હાથપગ વિનાના ધડને મોટી ફાંદ અને દૂટી છે અને એ હડપ્પામાંથી મળેલા પથ્થરના બાવલાને કેટલેક અંશે મળતું આવે છે. માનવ–આકૃતિઓને ત્રીજે, નમૂને પકવેલી માટીમાં ઘડેલી મિસરની “મમી”નો છે. એને કેરી કાઢેલી આંખ અને ચીમટીને કાઢેલું મોટું અને નાક છે. મોહે જે-દડોની લગભગ આવી જ આકૃતિ દિલ્હીના સફદરજંગ મ્યુઝિયમમાં છે.
સ્ત્રી-આકૃતિઓના વિષયમાં જોઈએ તો લેથલ ખાતે એ વસ્તુ વાસ્તવિક સ્વરૂપની છે અને સિંધુ ખીણમાંથી મળેલી આકૃતિઓ કરતાં સ્નાયુગત વિગતોમાં વધુ સારું નિરૂપણ દર્શાવે છે. એમાંના એકને પાતળી કમર, ભારે સાથળ અને સુપ્રમાણ અવયવો છે. બાવડાં અને પગ ઘણા કિસ્સાઓમાં તૂટી ગયાં છે. એક બીજી
સ્ત્રી-આકૃતિને સુંદર રીતે ઢાળ આપેલા ખભા, કાંડું અને સાથળ વગેરે છે. બંને કિસ્સાઓમાં લગાવેલાં સ્તન પડી ગયાં છે અને માથું ગૂમ થયેલું છે. આમ છતાં એક બીજું ધડ સ્નાયુગત વિગતો માટે નોંધપાત્ર છે અને એની નગ્નતા મોટી દૂરીથી સૂચવવામાં આવી છે, પરંતુ કોઈ પણ આકૃતિમાં પેનિભાગ પર ભાર આપવામાં આવ્યો નથી. એક બીજી જ શૈલીની એક બેઢંગી સ્ત્રીની આકૃતિ મળી છે, જેને મેટાં સ્તન, ચીમટીને કાઢેલું નાક, અને માથાની બંને બાજુએ એકેક છાલકું છે. અવયવો સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલાં ન હોઈ એટલા પૂરતી એ સિંધુ ખીણની કહેવાતી માતૃ–દેવીથી જુદી પડે છે. વળી સિંધુ, ખીણની આકૃતિઓમાં સામાન્ય રીતે જોવા મળે છે તેવાં, અલંકરણ એમાં નથી. કુલી(બલુચિસ્તાન)માંની સ્ત્રી-આકૃતિઓની જેમ લેથલની આકૃતિઓને