Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ
[૧ભ્ય આથી સ્પષ્ટ થાય છે કે હડપ્પીય લેકે આવ્યા તે પૂર્વે ઘણું સમય ઉપર કરછમાં તામ્રનો ઉપયોગ કરનારા એવા લેકે હતા કે જેમણે ચાકડામાંથી બનાવેલાં અને કેઈ કોઈ વાર ચીતરેલાં વાસણોને માટે જાણતા માટીકામના ઉદ્યોગનો વિકાસ સાધ્યો હતો. કહેવાની જરૂર નથી કે એ વસાહતીઓ ખેતીવાડી જાણતા હતા અને તેઓ ઢોર-ઘેટાં વગેરે પશુઓ પાળતા હતા. તેઓ પથ્થરનાં ઓજાર વાપરતા હતા અને માટીનાં મકાનોમાં વસતા હતા.
સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં બે પ્રકારના સાંસ્કૃતિક લેકસમૂહ વસતા હતાઃ એક પ્રભાસમાં ધૂસર મૃત્પાત્રોના ઉપયોગથી તરી આવતો અને બીજો લોથલમાં અબરખિયાં લાલ મૃત્પાત્રોના ઉપયોગથી તરી આવતો. એમની માટીકામની સામગ્રી ઉપરથી નિર્ણય કરવામાં આવે તે પ્રભાસને ઘૂસર મૃત્પાત્ર વાપરનારે લેકસમૂહ અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકસમૂહ કરતાં થોડો પ્રાફ-કાલીન હોવાનું જણાય છે, કારણ કે શ્રીનાથગઢમાં પહેલે લેકસમૂહ બીજાને પુરોગામી છે. અહીં નોંધવું જોઈએ કે દૂસર મૃત્પાત્રોની સંસ્કૃતિ પ્રભાસથી શ્રીનાથગઢ તરફ (જસદણની) ભાદરના ખીણ પ્રદેશમાં અને કદાચ મધ્ય સૌરાષ્ટ્રમાં વધારે અંદરના ભાગમાં આગળ લંબાઈ
જ્યારે અબરખિયાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ ખંભાતના અખાતના માથે લીંબડીની ભાદરના ખીણ પ્રદેશમાં આગળ લંબાઈ. બંને સંસ્કૃતિઓને સમાગમ શ્રીનાથગઢમાં થયો. આથી સૌરાષ્ટ્ર અને કચ્છનું અર્થકારણુ લાંધણજના શિકારી અને અન–સંગ્રાહક જોકોના અર્થકારણ કરતાં વધુ વિકસિત હતું. લોથલ, દેસલપર અને શ્રીનાથગઢના પ્રાગ–હડપી લેકે સ્થાયી જીવન ગુજારતા હતા અને તેઓ ચાકડા પર બનાવેલાં મૃત્પાત્રો અને તામ્ર ઓજાર વાપરતા હતા. ધાતુનાં અને પથ્થરનાં સાધન ઉત્પન્ન કરવામાં રોકાયેલી ખેડૂત સિવાયની વસ્તીનું ભરણપોષણ કરવાને માટે જરૂરી વધારાનું અન્ન તેઓ ઉગાડતા હતા. દૂરના પશ્ચિમમાં નિકાસ કરી શકાય તેવો મોજશોખનો માલ પણ ત્યાંના કારીગરે બનાવતા હતા. આમ વેપારે નવા વિચારો આણ્યા. ટૂંકમાં, ગુજરાતની પરિસ્થિતિ ગ્રામીણ અર્થકારણના નગરીકરણને માટે પરિપકવ બની રહી હતી. આ તબક્કે સિંધુ ખીણમાં આવેલાં નગરોમાંથી દરિયાખેડુ વેપારીઓ પોતાને આયાત કરવામાં કામ લાગે તેવા ભાલના પુરવઠાનાં ઉદ્દગમસ્થાનેની શોધમાં લેથલ આવ્યાં હેવા જોઈએ.
લેથલની ગ્રામ-વસાહતના નગરીકરણની વિગતેમાં જતાં પહેલાં, દેશમાં જુદી જુદી સંસ્થાઓએ હાથ ધરેલી સ્થળતપાસોને પરિણામે ગુજરાતમાં થયેલી હડપ્પીય સ્થળોની શોધ વિશે થોડા શબ્દો કહેવા જરૂરી છે.