Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
જિd
ઈતિહાસની પૂર્વભૂમિકા ૩. ગુજરાતમાં હડપ્પીય સ્થળની શોધ (નકશે )
૧૯૩૧ના વર્ષમાં અગાઉના લીંબડી રાજ્યમાં(આજના સુરેન્દ્રનગર જિલ્લામાં) રંગપુર ગામ નજીક રસ્તો બાંધવાની પ્રવૃત્તિને પરિણામે ત્યાં એક આકસ્મિક શધ થઈ હાલનું રંગપુર ઘણા વિશાળ ટીંબા ઉપર આવેલું છે. આ ટીબે આઘ–ઐતિહાસિક કાલમાં આ સ્થળે ઉત્તરોત્તર થયેલા વસવાટને લઈને રચાયેલ છે. આ પુરાણા ટીંબાને આરપાર ભેદતાં ચિત્રિત મૃત્પાત્રોના મોટા જથ્થા પ્રકાશમાં આવ્યા અને પછીથી એને પરીક્ષણને આધારે, હડપ્પા અને મોહેંજો–દડેમાં મળી આવેલાં મૃત્પાત્રોને પ્રકારના જાહેર કરવામાં આવ્યા. વિદ્વાનોમાં વ્યાપક રસ ઉપજાવતી આ શોધે “સિંધુ ખીણની સભ્યતા”ના દક્ષિણ તરફના વિસ્તારની શક્યતા સૂચવી. તેથી ૧૯૩૪ માં ભારતના “પુરાવસ્તુ સર્વેક્ષણ” તરફથી ઉખનન હાથ ધરવામાં આવ્યું. ઉખનનમાંથી પ્રાપ્ત થયેલી ચીજોના પરીક્ષણને આધારે રંગપુર “સિંધુ ખીણની સભ્યતાનું અગ્રસ્થાન હોવાનું જાહેર થયું. પછી મુંબઈ યુનિવર્સિટી તરફથી એ સ્થળનું ઉખનન થયું અને ઉપરની બાબતનું સમર્થન મળ્યું. પરંતુ ૧૯૩૭માં પૂનાની ડેકકન કોલેજ તરફથી હાથ ધરવામાં આવેલાં ઉખનનએ સિંધુ સભ્યતાની વસાહત હેવાના રંગપુરના દાવાની બાબતમાં કેટલીક આશંકા ઊભી કરી. ભારતીય ઉપખંડના વિભાજન પછી “પુરાવસ્તુ સર્વેક્ષણ” તરફથી નક્કી કરવામાં આવ્યું કે રંગપુરનું સાઘત અને પદ્ધતિપૂર્વકનું ઉખનન કરવું કે જેથી હડપ્પીય અગ્રસ્થાન તરીકેના એના દાવાને સ્વીકાર કે અસ્વીકાર નક્કી થઈ શકે. ૧૯૫૪ માં ત્યાં ઉખનન કરાવવામાં આવ્યું, જેનાં પરિણામ અતિશય પ્રોત્સાહક નીવડવાં. અત્યાર સુધી મહત્ત્વના ન ગણવામાં આવેલા ટીંબાના ઉત્તર તરફના ભાગમાં થોડીક પ્રાયગિક ખાઈએ ખોદવામાં આવી, એનાથી સિંધુ સભ્યતાનાં લાક્ષણિક ઈટરી બાંધકામનું અસ્તિત્વ પ્રકાશમાં આવ્યું. ઉખનનમાંથી પ્રાપ્ત થયેલ માટીની ચીજો અને બીજી ચીજોએ સિંધુ સભ્યતાના અગ્રસ્થાન તરીકેના રંગપુરના દાવાને પુનઃ સ્થાપિત કરવામાં સહાય કરી અને વળી ગુજરાતમાં એ સભ્યતાનાં હાસ અને પરિવર્તનના તબક્કા દર્શાવતી વધારાની આધાર-સામગ્રી પણ પૂરી પાડી. આમ છતાં એમાં સિંધુ મુદ્રાઓ બિલકુલ ન મળી અને સિંધુ સંસ્કૃતિનાં સ્વાભાવિક લાલ મૃત્પાત્રો ઉપરાંત એનાથી ભિન્ન પ્રકારનાં એવાં આછાં પાંડુ રંગનાં મૃત્પાત્રો મળ્યાં તે હડપ્પીય સંસ્કૃતિની અવનતિનું સૂચક ગણાયું. આ અવનતિ-પ્રક્રિયાની સૌરાષ્ટ્રમાં વધારે અન્વેષણ કરવાની જરૂર દેખાઈ