Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૨ ]
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
[×.
શાસકનું ભવન ઉપરકોટમાં મધ્ય ભાગનું સ્થાન ધરાવે છે. વખાર સમૂહ હૈં માં છે. કારીગરા, ખેડૂતા અને વેપારીઓનાં મકાને ઉપરકાટની પશ્ચિમ બાજુના ૩ અને ૐ સમૂહમાં વધુ નીચી પીઠિકા ઉપર બાંધવામાં આવ્યાં હતાં, જ્યારે સ્મશાન નદીના કાંઠા ઉપર પશ્ચિમની દીવાલની નીચે, વસ્તીના વિસ્તારથી સારે એવે અંતરે, આવેલું હતું.
૨. ઉપરકાટ
સમૂહ, અને ના બનેલા ઉપરકેટ આયેાજનમાં સમાંતર દ્વિભુજ ચતુરસ છે. એ પૂર્વે અને પશ્ચિમે ૧૧૭-૧૧૭ મીટરનુ` અને ઉત્તરે તથા દક્ષિણે અનુક્રમે ૧૩૬ મીટર અને ૧૧૧ મીટરનું માપ ધરાવતા; હડપ્પા અને માહેં–જો–દડાના ગઢની જેમ આ કાટની લાંબી ધરી પણ ઉત્તર-દક્ષિણ આવેલી છે, શાસકનું નિવાસસ્થાન ૧૨૬૪૩૦ મીટરના માપના સમૂહ આમાં ૩.૫ મીટરની ઊંચાઈની પીઠિકા ઉપર ઊભું હતું. લાથલમાં કિલ્લાની પૂર્વે ધક્કો, દક્ષિણે વખાર અને ઉત્તરે તેમજ પશ્ચિમે ખીજાં જાહેર અને ખાનગી મકાના આવેલાં હતાં. વહાણના માલસામાનને ખેચી લાવવા માટે ધક્કા(wharf)નું' કામ આપે એ માટે કાટની દીવાલની પૂની પાંખ ૨૦૦ મીટર લાંબી અને ૨૪ મીટર સુધી પહેોળી કરવામાં આવી હતી. આ સમૂહને વધુમાં વધુ નાગરિક સગવડાના લાભ મળ્યા હતેા; જેમકે પીવાના પાણી માટેના કૂવા અને સંખ્યાબંધ ખાનગી સ્નાનગૃહેામાંથી મેલું પાણી દૂર કરવા માટેની જમીન નીચેની મેરીએ. મકાના મુખ્ય માર્ગો અને શેરીએની ખેઉ બાજુએ વ્યવસ્થિત હારમાં ગાઠવાયેલાં હતાં. કમનસીએ ઈંટાની વિશાળ પાયા ઉપરની તફડંચીને લઈ તે અને ટીંબાના ધસારાને લઈને શહેરના ઘણા ભાગેામાં ઉપરનાં બાંધકામેાનાં બધાં નિશાન ચાલ્યાં ગયાં છે, માત્ર પીઠિકા (plinths) આજ સુધી બચી જવા પામી છે. આમ છતાં મકાનનું આયેાજન દીવાલાના બચેલા પાયા ઉપરથી અને ક્રસબંધી તેમજ સ્નાનગૃહા અને ગટર લાઈને પરથી કલ્પી શકાય એમ છે (૫ટ્ટ ૨ ≈). માર્ગ નં. ૨ માં દરેકને એ ઓરડા અને એક સ્નાનગૃહ હેાય તેવાં ખાર મકાતાની હાર માલૂમ પડી આવી છે. સરેરાશ, મકાના ૪૫૫ મીટરનાં છે, પરંતુ ઉપરકે!ટમાં અને નીચલા નગરમાં વધુ મેટાં (૧૩×૪ મીટરનાં) પણ આંધવામાં આવેલાં હતાં, માર્ગ નં. ૨ માં જેટલાં મકાનેા હતાં તેટલાં સ્નાનગૃહે અને ખાળકૂ'ડીએ હાવાની ધારણા છે, પણ એ અસંભવિત નથી કે એમાંનાં એ કે ત્રણ મકાને વચ્ચે એક સ્નાનગૃહ અને એક ખાળકૂડી હાય.