Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. હથિયાર–પથ્થરનાં અને હાડકાંનાં, નાના, વાટવાના કે ઘસવાના પાટા, ભાંગવાકરવા માટે પથ્થરના મોટા હડા, ચળકાટ લાવવા કે રંગ ચડાવવા માટે વાપરેલા પથ્થરે અને પ્રાણીઓનાં અસંખ્ય હાડકાંઓ પરથી આ યુગના માનવની સંસ્કૃતિનો અને એ સમયની આબોહવાને કંઈક ખ્યાલ આવી શકે.
હથિયારે માટે વપરાયેલા પથ્થર
આશ્ચર્યકારક વાત તો એ છે કે જૂના પાષાણયુગના માનવની માફક આ યુગના માનવે ન તો સાબરમતીમાં જ્યાંત્યાં મળતાં quartzite ઉપલેનાં હથિયાર બનાવ્યાં કે ન બીજા પથ્થરોને એવી રીતે ઘડ્યા. Quartziteના ઉપલે એણે વાપર્યા જ નથી એમ તો નહિ; એણે આ ઉપલે વાપર્યા તે છે, પણ કેવળ હથોડા તરીકે જ.
આ માનવે ખાસ હથિયારો બનાવવા જુદી જુદી જાતના અકીકને ઉપયોગ કર્યો છે. આમાંના નહિ જેવા જ– quartz અને amazonite જેવા–સાબરમતીમાં મળતા હશે; બાકીના બધા જ કાંતો પડવંજ પાસે માઝમ નદીની ખીણમાંથી, અથવા અમદાવાદ પાસેથી, અથવા છેક રાજપીપળામાં આવેલા રતનપુરની જાણીતી ખાણમાંથી આણેલા હોવા જોઈએ. ઉત્તર ગુજરાતની સપાટ રેતાળ પ્રદેશમાં પથ્થરનો એક પણ ટુકડે મળવો મુશ્કેલ છે ત્યાં નજીકની સાબરમતી મૂકી આટલે દૂરથી કાચી સામગ્રી લાવવાની જરૂર શી ? કેવળ કાચી સામગ્રી અને એમાંથી નીકળતાં નૈસર્ગિક, ભાતભાતનાં રંગીન હથિયારોનું આકર્ષણ કે આ પથ્થરની કઠિનતા, અને હથિયારો બનાવવા માટે વપરાતી નવી કળા અને ઢબ? ખરું કારણ ગમે તે હે, એટલું તે નિઃશંક છે કે કાચી સામગ્રી, એમાંથી બનાવેલાં હથિયારે અને એમાં વપરાયેલી કળાથી આ સંસ્કૃતિ અગાઉના આદ્ય-મધ્યપાષાણયુગ કરતાં તદ્દન જુદી પડે છે. પહેલાં માનવ આ માનવ કરતાં જુદા હતો, પણ આ સંસ્કૃતિ બીજા દેશમાંથી આવી એટલે કે માનવસંસ્કૃતિના પ્રસારને લીધે આમ થવા પામ્યું કે કેમ એ તે શોધવું રહ્યું.
હથિયારના પ્રકાર
અકીકના જુદા જુદા પ્રકારે જેમ પથ્થરોના રંગ અને તેઓની આંતર રચના પ્રમાણે પડે છે તેમ હથિયારોના, તેઓના આકાર અને ધાર પ્રમાણે, જુદા જુદા વર્ગો નીચે મુજબ પાડી શકાય;