Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રાગઐતિહાસિક સંસ્કૃતિ
ક, નૂતન પાષાણયુગ પથ્થરનાં નવી ઢબનાં હથિયારે
નૂતન પાષાણયુગની એક વિશિષ્ટતા એ હતી કે આ યુગમાં પથ્થરનાં હથિયાર તે હજુ માનવ વાપરતો હતો, પણ પહેલાંની માફક નહિ. પતરીઓ કે ગાભાઓમાંથી ધારવાળું જે હથિયાર જોઈતું હોય તેને આકાર કાઢી એને પથ્થરના મોટા ઊંડા પાટા પર ઘસવામાં આવતું. મુખ્યત્વે ધારવાળો ભાગ જ આવી રીતે ઘસીને એકદમ લીસ, ચકચકાટવાળો બનાવવામાં આવતા.૨૮ કઈ કઈ વાર આખાયે હથિયારને આવી રીતે ઘસીને સુંદર બનાવવામાં આવતું.
આવાં ઘસીને બનાવેલાં હથિયારોમાં કુહાડીનું પાનું, સુતાર વાપરે છે તે રંદામાં વાપરવાને માટેનું તીક્ષણ અણીદાર પાનું, છીણી અને હથોડા સાધારણ રીતે જોવામાં આવે છે. કુહાડી અને રંદાનાં પાનાંને લાકડા કે હાડકાના હાથામાં ભરાવવામાં આવતાં અને પછી વેલાથી બાંધી ગંદર જેવા ચીકણા પદાર્થથી ઘટ રીતે બાંધવામાં આવતાં. આવી હાથાવાળી, ઘસીને બનાવેલી પથ્થરની કુહાડી કે રંદાના પાનાથી માનવ ઝાડ કાપતો, લાકડાં ચીરતો અને ઘસતો. આમ સુતારનો જન્મ થયો. સંસ્કૃતિ
બીજુ, માનવ હવે ખેતી કરી અન્નઉત્પાદન કરવા લાગ્યો હતો. સર્વ પશુઓને માત્ર ભક્ષ્ય ન લેખતાં કેટલાંક પશુઓને પાળી પિતાના કામમાં જોતરવા લાગ્યો હતો, ઝૂંપડાં બાંધી એક સ્થળે ઠરીઠામ રહેતો થયો હતો અને માટીનાં વાસણો બનાવતાં શીખ્યો હતો. અગાઉ અરણ્યાટન કરતો માનવી હવે ગ્રામવાસી થયો ને કૃષિ તથા પશુપાલને એના આર્થિક જીવનમાં ક્રાન્તિકારક પરિવર્તન આણ્યું.૨૯ એને “પહેલી કે નૂતનપાષાણુ ક્રાન્તિ” તરીકે ઓળખવામાં આવે છે. નૂતન પાષાણયુગ આમ માનવ-જીવનમાં એક મહત્ત્વનું પાન હતા. ગુજરાતમાં મળેલા અવશેષ
આવી ઘસીને બનાવેલી કુહાડીનાં પાનાં, રંદાનાં પાનાં કે છીણું ગુજરાતમાં ક્યાંય મળ્યાં નથી. જે ઉપલબ્ધ થયેલ છે તે ગેળ, કાણાદાર મોટા પથ્થરે, અને આ પણ નહિ જેવા જૂજ. એક, લાંઘણજના ખોદકામમાં કવાર્ટઝાઈટ પથ્થરનું હથિયાર મળ્યું છે, બીજાં બે ત્રણ તાપીના તટપ્રદેશમાંથી બસ