Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મું ] પ્રા-ઐતિહાસિક સંસ્કૃતિઓ
( ૮૧ આ હથિયારોમાં મુખ્યત્વે ચામડાં અને ઝાડોની છાલ કાઢવા, સાફ કરવા અને ઘસવા માટે ત્રણચાર જાતની કેરવાળા “ક્રેપર્સ” (scrapers) અને કાણું પાડી સીવવા વગેરે કામ માટેનાં અણીદાર હથિયાર મળે છે. આમાંનાં નાનાં, પાતળાં અને અણુવાળાં હથિયાર ભાલાની ટોચ તરીકે કે કદાચ બાણની ટોચ તરીકે વપરાયાં હોય.
લાકડાંનાં કે અસ્થિનાં બીજાં મોટાં હથિયારો પણ આવાં નાનાં હથિયારોની મદદથી માનવ બનાવ હશે.
આને અર્થ એ થયો કે માનવ હવે ચામડાનાં કપડાં કે વલ્કલ પહેરત થયો હતો અને આઘેથીય પ્રાણુઓને શિકાર કરતો હતો.
આમ માનવ-જીવનમાં થોડીક ઉત્ક્રાંતિ નિહાળી શકાય છે.
ગુજરાતના આદ્યપાષાણયુગનાં અને મધ્યપાષાણયુગનાં આમ આછાં દર્શન થવા લાગ્યાં છે.
૩. અંત્યપાષાણયુગ ૧૭, શેાધ અને લક્ષણે : જેમ ૉબર્ટ બ્રુસ ફૂટને આ યુગનાં હથિયાર નદીના પાત્રમાંથી મળ્યાં હતાં, તેમ જમીનની સપાટી પરથી—ખાસ કરીને નાનામોટા ટીંબા પરથી– ગુજરાતમાં (૧૯૪૭ પહેલાંના વડેદરા રાજ્યના) કડી પ્રાંતમાં સાબરમતીના તટ પાસે, વાત્રક કાંઠામાં, વડોદરા પ્રાંતમાં ઓરસંગ અને હીરણ નદીને કાંઠા પાસે, નવસારી પ્રાંતમાં કીમ અને તાપીના તટ પાસે અને સૌરાષ્ટ્રમાં અમરેલી પ્રાંતના ઓખામંડળમાં, અને વળા (વલભીપુર) પાસે નાનાં પથ્થરના હથિયારો અને ઠીકરાં મળ્યાં હતાં.૧૮ ઉત્તર ગુજરાતમાં જેણે પગપાળા મુસાફરી કરી હશે તેને તે માલૂમ હશે કે આ પ્રદેશમાં પગ ભરાઈ આવે તેવી, પણ ફળદ્રુપ રેતીના પ્રચંડ ઢગ સિવાય, નથી એકેય ટેકરી કે ખડક; કૂતરાને હાંકી કાઢવા એક પથ્થરને ટુકડો જોઈતો હોય તો એ પણ મળતો નથી ! (આ પ્રાણુઓને પણ આ વાતની ખબર લાગે છે, કારણ કે આપણે મારવાને હાથ ઉગામીએ તે પણ કૂતરાંઓ ખસતાં જ નથી! આપણી પાસે કોઈ સાધન નથી એ જાણ્યા સિવાય એ આમ વર્તે નહિ.) લાકડાંની પણ બહુ અછત હોય છે. આવા ફળદ્રુપ રેતાળ પ્રદેશમાં ટીંબાઓ પર અકીકના ઘડેલા પથ્થરો–પતરીઓ મળતાં ફૂટને સહજ પ્રતીત થયું કે આ હથિયારે બીજા એક પાષાણયુગના માનવની હયાતી સૂચવે