Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
$$]
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
[પ્ર.
એનુ સમયાંકન કરવામાં આવે છે. આપણા દેશમાં લાકડું લાંબા કાલ લગી ભાગ્યેજ ટકે છે, તેથી આ વૃક્ષ–સમયાંકનની પદ્ધતિ અહી ખાસ ઉપયેગી નીવડતી નથી.
એવી રીતે માટીની પકવેલી ચીજોમાં તે તે સમયનાં ચુંબકીય વૃત્ત સ્થિર થયાં હાય છે, તેથી એને આધારે પણ એનું સમયાંકન કરી શકાય છે, કેમકે ચુંબકત્તા જે બિંદુઓને અનુલક્ષીને રચાતાં હોય છે તે ધ્રુબિંદુઓનાં સ્થાન જુદે જુદે સમયે બદલાયા કરે છે. પ્રાચીન-ચુંબકત્વની આ પદ્ધતિ હજી આરંભિક દશામાં છે.
એવી રીતે પદાર્થાંમાં થતાં રાસાયનિક કે ભૌતિક પરિવર્તને પરથી પણ સમયાંકનનાં અનુમાન કરવામાં આવે છે. એમાં ધાતુને કાટ લાગવાને વેગ, પથ્થરની સપાટી પર થયેલી પાણીની અસરનું પ્રમાણ, અસ્થિએ અશ્મીભૂત થવાના વેગ, અસ્થિમાં થતા ક્લારીનના વધારાનું તથા નાઇટ્રેાજનના ઘટાડાનું પ્રમાણ વગેરે પરથી સમયાંકન કરવામાં આવે છે, પરંતુ આ સર્વ પદ્ધતિએ સ્થાનિક તથા સાપેક્ષ હાઈ એના પરથી અનુમાનેા તારવવામાં ઘણી સાવધાની રાખવી પડે છે.
ચાક્કસ સમયાંકન માટે તાજેતરમાં સી–૧૪ ની પતિ સહુથી વધુ કામયાબ નીવડી છે. પૃથ્વી પરનાં સર્વાં વનસ્પતિ તથા પ્રાણીએ પેાતાના જીવનકાલ દરમ્યાન કિરણાત્સગ –ક્રિયા તથા રેડિયા-પ્રવૃત્તિ દ્વારા સી-૧૪ સંજ્ઞાવાળા કાન ગ્રહણ કરતાં હાય છે. એ એના મૃત્યુ બાદ ધીમે ધીમે ઘટતા જઈ ૭૦,૦૦૦ વર્ષમાં સંપૂર્ણ લુપ્ત થાય છે, આથી મૃત વનસ્પતિ તથા પ્રાણીઓના અવશેષોમાં હાલ રહેલા સી-૧૪નું પૃથક્કરણ કરીને મૂળ પદાર્થોમાં એના થયેલા ધટાડાનું પ્રમાણુ શેાધી એ પરથી એના મૃત્યુને કેટલાં વર્ષ થયાં હશે એનેા અંદાજ કાઢી શકાય છે. ભારતની કેટલીક આદ્ય-ઐતિહાસિક સસ્કૃતિઓના સભયાંકન માટે આ પદ્ધતિને લાભ લેવામાં આવ્યા છે.
જ્યારે પદાર્થ પોતે સમાંકન માટે મદદરૂપ નીવડે એમ ન હૈાય ત્યારે આંતર પદ્ધતિઓને બલે ખાદ્ય પદ્ધતિઓને આશ્રય લેવા પડે છે. પાષાણનાં એજાર તથા માટીનાં વાસણ જેવા પદાર્થોં પૈકી પ્રસિદ્ધ સ્થળેાએ મળેલા પદાર્થાને સીમા-સ્તંભ ગણીને અન્ય સ્થળેાએ મળતા એવા પદાર્થાને એના બાહ્ય