Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
- t. દ્વારકાની ભૂશિર કચ્છના અખાતને અરબી સમુદ્રથી જુદો પાડે છે. આ ભૂશિરને જગત-ભૂશિર કહેતા. દ્વારકા પશ્ચિમ ભારતનું મોટું તીર્થધામ છે. દ્વારકા પશ્ચિમ ભારતનું બારું ગણાતી. આ ભૂશિરથી સમુદ્રકાંઠે ઉત્તરપૂર્વ ત્રાંસ લઈ ઓખા બંદર તરફ અને દક્ષિણપૂર્વ ત્રાંસ લઈ દીવ ટાપુ તરફ વિસ્તરે છે. આ કિનારે લગભગ ૨૫૬ કિ. મી. (૧૬૦ માઈલ) લાંબો છે. એ કિનારા પર દ્વારકા, મિયાણી, રિબંદર, માધવપુર, શીલ, માંગરોળ, વેરાવળ, સુત્રાપાડા, કેડીનાર વગેરે બંદર આવેલાં છે. આ કિનારા પાસે આવેલે પ્રદેશ સામાન્યતઃ સપાટ છે ને એની પાસે પવનથી ફૂંકાઈને થયેલા રેતીના ટેકરાઓની હારની હાર નજરે પડે છે. દ્વારકાની ઉત્તરે મીઠાપુરનું મોટું ઉદ્યોગનગર છે. દ્વારકામાં સિમેન્ટ બનાવવાનું કારખાનું છે. એની દક્ષિણે ઓખામઢી પાસે મીઠાના મોટા અગર છે. વેરાવળમાં ભસ્ય-ઉદ્યોગ વિકસ્યા છે. ઓઝત સાથે ભાદર નદી નવીબંદર આગળ સમુદ્રને મળે છે ત્યાં અગાઉ મેટું બંદર હતું. માણાવદરથી નવીબંદર સુધીનો ભાગ નીચાણનો હોઈ ત્યાં ચોમાસામાં પાણી ભરાઈ રહે છે; એ ભાગને ઘેડ' કહે છે. માધવપુરથી પ્રાચી સુધીને લીલી નાઘેર' તરીકે ઓળખાતો કાંઠા પ્રદેશ ઘણો ફળદ્રુપ અને રળિયામણું છે. અહીં નાળિયેરીનાં વૃક્ષ, નાગરવેલના મંડપો અને આંબાની વાડીઓ નોંધપાત્ર છે. દીવ ટાપુ ૧૧ કિ. મી. (સાત માઈલ) લાંબે છે. દીવ પાસેના કિનારાથી ગોપનાથ સુધીને દક્ષિણતટ લગભગ ૧૨૮ કિ. મી. (૮૦ માઈલ) લાંબો છે. આ તટ આગળનો પ્રદેશ ઘણે રમણીય છે. ભૂશિરે, મેદાન અને તાડવૃક્ષોથી શોભતા આ પ્રદેશમાં અનેક બંદરો અને શહેરે આવેલાં છે; એમાં નવાબંદર, જાફરાબાદ અને મહુવા નોંધપાત્ર છે. નવાબંદર દેલવાડા પાસે આવેલું છે, ત્યાં વહાણવટા અને માછીમારીને ધંધો ચાલે છે. ગેપનાથ ભૂશિરથી ખંભાતનો અખાત શરૂ થાય છે. આ અખાતને પશ્ચિમ તટ લગભગ ૧૧૨ કિ. મી. (૭૦ માઈલ) લાંબો છે. અહીં સૌરાષ્ટ્રમાંથી આવતી શેત્રુજી, કાળભાર, ઉતાવળી, સુકભાદર, ભેગાવો. વગેરે નદીઓ અખાતમાં મળે છે. આ કિનારા પર તળાજા, ઘોઘા, ભાવનગર,
લેરા વગેરે બંદર આવેલાં છે. ભાવનગરની ખાડી અંદરના ભાગમાં અગાઉ છેક વલભીપુર સુધી હતી; નદીના કાંપને લઈને એ માઈલ સુધી પુરાઈ ગઈ. શેત્રુંજી નદીના મુખથી અંદરને ભાગ નીચે હોવાથી ત્યાં જુવાળ વખતે પાણી ફરી વળે છે. ગોપનાથ અને ઘોઘા વચ્ચેને ૩૨ કિ. મી. (૨૦ માલિ)ને કિનારે જરા ઊંચે છે. અહીં કોતર ઘણું છે; ગામની નજીક ઝાડ પણ ઘણું છે. ઘોઘા આગળને કિનારે પણ જરા ઊંચાણમાં છે. ભાવનગર અને ખૂણબંદર (લેરા પાસે) વચ્ચેના ભાગને કાંઠે તમરિયાંની ઝાડીઓથી છવાયેલે છે.