Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ભોગોલિક લક્ષણ
1 2 આડાવલીના રટિકામાંથી તથા પંચમહાલ જિલ્લાના ફિલિટના પથ્થરમાંથી મળી આવે છે. બિન-લેહ ધાતુઓમાં અહીં તાંબું, સીસું, જસત અને એલ્યુમિનિયમની ધાતુઓ મળે છે. બનાસકાંઠામાં શિરેહી તથા અંબાજી નજીક તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ હતી, શિરોહી પાસે, છોટાઉદેપુર પાસે, ભાયાવદર પાસે અને શિહોર પાસે તાંબાની કાચી ધાતુ હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠા અને પંચમહાલમાં સીસાની કાચી ધાતુ મળે એમ લાગે છે. પંચમહાલમાં જાંબુઘોડા પાસે જસતની કાચી ધાતુ મળે એમ જણાય છે. ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં કસાઈટને મોટો જથ્થો પડે છે. કસાઈટમાંથી ઍલ્યુમિનિયમ નીકળે છે. પંચમહાલ અને છોટાઉદેપુરના પ્રદેશોમાં યુરેનિયમ વગેરે મળવાની નિશાની મળી છે ને ઈડર પાસે થેરિયમની કાચી ધાતુનાં એંધાણ મળ્યાં છે. આ ધાતુઓ અણુશક્તિના ઉત્પાદનમાં ઉપયોગી છે. - બનાસકાંઠામાં કેટલીક જગ્યાએ કલાઈ, તાંબું અને મેંગેનીઝ નીકળે છે. એ ઉપરાંત અમુક સ્થળોએ ગંધક, અબરખ, સુરોખાર, ઘસિયું મીઠું, અડદિયા પથ્થર, આરસ, ખડી, રાતી ભાટી, પીળી માટી વગેરે નીકળે છે.
બાંધકામ માટેના પથ્થરોમાં ગ્રેનાઈટ સંખેડા તાલુકામાં અને ગ્રેનાઈટ-નાઈસ બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં મળે છે. સારી જાતને ઍન્ડસ્ટોન ગુજરાતમાં અખૂટ પ્રમાણમાં મળે છે, ખાસ કરીને હિંમતનગર, નાથકુવા (પંચમહાલ) અને સોનગઢ પાસે તેમજ ધ્રાંગધ્રા પાસેની ખાણોમાં. કવાર્ટઝાઇટ સેન્ડસ્ટોન વડોદરા જિલ્લાના બાધ સ્તરોમાં તેમજ રાજપીપળા પ્રદેશમાં મળે છે. સુરત જિલ્લામાં અને ઈડર પ્રદેશમાં મળી આવતા ચૂનાને પથ્થર બાંધકામ માટે સારે કામ લાગે છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મળી આવતો પોરબંદર પથ્થર' એ માટે સર્વોત્તમ છે. સ્લેટ પંચમહાલ જિલ્લાની ખાણમાં સારા પ્રમાણમાં રહેલું છે. - સુશોભન માટેના પથ્થર પણ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં મળે છે. પાલણપુર, ઈડર, પંચમહાલ અને વડોદરા વિસ્તારમાં મળતા ગ્રેનાઈટ-નાઈસ નકશી કામ માટે સારા કામ લાગે છે ને એના પર ભારે પોલિશ થઈ શકે છે. ગુજરાતમાં આરસપહાણનો પણ સારો જ છે. બનાસકાંઠામાં આરાસુર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં સફેદ આરસપહાણ મળે છે. ઈડર, શિરોહી, પાલણપુર અને પંચમહાલમાંથી પણ સફેદ આરસપહાણ મળે છે. રાજપીપળામાંથી સફેદ, કાળો અને લીલે આરસપહાણ મળી આવે છે. સંખેડા તાલુકામાંથી લીલો, ગુલાબી, ભૂખરે, નીલ અને પીળા આરસપહાણ મળે છે.