Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ]. ગુજરાતની સીમાઓ
[૪૯ મુસ્લિમ શાસનકાલ દરમ્યાન આ સમસ્ત પ્રદેશ માટે “ગુજરાત” નામ પ્રચલિત રહ્યું. એમાં સૌરાષ્ટ્ર અને કચ્છને પણ સમાવેશ થતો. આ નામ મુઘલ અને મરાઠા કાલ સુધી પ્રચલિત રહ્યું, પરંતુ બ્રિટિશ સરકારે વારાફરતી એના અમુક ભાગ મેળવીને એને મુંબઈ ઇલાકાના જિલ્લારૂપે મેળવવા માંડ્યા ને સ્થાનિક રાજ્યનાં જુદાં જુદાં જૂથ માટે એજન્સીઓ રચવા માંડી ત્યારથી રાજકીય દષ્ટિએ ગુજરાત છિન્નભિન્ન થઈ ગયું, છતાં ભાષાકીય તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ “ગુજરાત'નું અસ્તિત્વ ચાલુ રહ્યું ને દિનપ્રતિદિન દઢ થતું ગયું. આઝાદી આવતી મુંબઈ ઇલાકાને બદલે મુંબઈ રાજ્ય થયું તેમાં સ્થાનિક સંસ્થાને વિલીન થતાં
એના જિલા ઉમેરાયા ને છેવટે ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું ભાષાકીય ધોરણે દ્વિભાગીકરણ થયું ત્યારે એક વહીવટી પ્રદેશ તરીકે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. હાલ આ નામ સૌરાષ્ટ્ર તથા કચ્છ સહિતના સમસ્ત ગુજરાતીભાષી પ્રદેશ માટે પ્રયોજાય છે.
પાદટીપે ૧. રાજ્ય સર્વેક્ષણ ખાતા તરફથી આપવામાં આવેલા આંકડા પ્રમાણે, (ભારતના વડા સર્વેક્ષક તરફથી મળેલા આંકડા પ્રમાણે આ વિસ્તાર ૭૨,૨૪૫ ચોરસ માઈલ અથવા ૧,૮૭,૧૭૫ ચોરસ કિ. મી. થાય છે.) Census of India 1961, Vol. V,Gujarat, Part 1-A (i) p. 89
૨. વલસાડ અને ગાંધીનગરના જિ૯લા ૧૯૯૧ પછી રચાયા છે; એ પહેલાં એ વિસ્તારે અનુક્રમે સુરત અને અમદાવાદ-મહેસાણા જિલ્લાની અંતર્ગત હતા.
૩. ૧૯૫૧માં અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા અને ડાંગ જિહલા ઉમેરાયા. ૧૯૫૬માં થયેલ રાજપુનર્ધટનામાં બનાસકાંઠા જિલાને આબુરેઠ તાલુકે રાજસ્થાનમાં મુકાયે અને ગોહિલવાડ, ઝાલાવાડ, મધ્ય સૌરાષ્ટ્ર, હાલાર અને સેરઠ (જેને માટે સ્પેહમાં અનામે ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢ એi નવાં નામ પ્રયે જ ચાં) અને કરછ જિ૯લા ઉમેરાયા. વિગત માટે જુઓ Census of India 1961, Vol. DGujarat, Part 1-A (i), pp. 90 ff:
૪ અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરત અને ભરૂચ
૫. એના બે વિભાગ હતા: રાજકોટ અને વડોદરા રાજકોટ વિભાગમાં શરૂઆતમાં કચ્છ સંસ્થાન, કાઠિયાવાડના ગોહિલવાડ, હાલાર, ઝાલાવાડ અને સોરઠ પ્રાંત તથા વડોદરા સંસ્થાનના અમરેલી (અને ઓખામંડળ) વિભાગને સમાવેશ થતો. આગળ જતાં કચ્છ, જૂનાગઢ, નવાનગર, ભાવનગર, પોરબંદર, ધ્રાંગધ્રા, મેરબી, ગંડળ, જાફરાબાદ, વાંકાનેર, પાલીતાણા, ધ્રોળ, લીમડી, રાજકોટ અને વઢવાણનાં સંસ્થાનેને વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ્સ