________________
જે
આત્માના સર્વવ્યાપીત્વની સમીક્ષા : ૧. જો આત્મા સર્વવ્યાપક છે તો તે બીજા શરીરોમાં પણ હશે, પછી તે શરીરોના કર્મોના માટે ઉત્તરદાયી
થશે. જો તે માનવામાં આવે કે આત્મા બીજા શરીરમાં નથી તો પછી તે સર્વવ્યાપક નહી થાય. ૨. જો આત્મા સર્વવ્યાપી છે તો બીજા શરીરોમાં થનાર સુખ- દુઃખના ભોગથી કેવી રીતે બચી શકે ?
સર્વવ્યાપી આત્માના સિદ્ધાંતમાં કઈ આત્મા ક્યાં શરીરના નિયામક છે, તે બતાવવું કઠિન છે. માટે નૈતિક અને ધાર્મિક જીવનના માટે પ્રત્યેક શરીરમાં એક આત્માનો સિદ્ધાંત જ સંગત થઈ શકે છે, તેથી તે શરીરના
કર્મોના આધાર પર તેને ઉત્તરદાયી માની શકાય. ૪. આત્માની સર્વવ્યાપકતાનો સિદ્ધાન્ત અનેકાત્મવાદની સાથે ક્યારેય સંગત થઈ શકતા નથી. સાથે
અનેકાત્મવાદના અભાવમાં નૈતિક જીવનની સંગત વ્યાખ્યા સંભવ નથી. આત્માઓ અનેક છે :
* આત્મા એક છે કે અનેક :- આ દાર્શનિક દષ્ટિથી વિવાદનો વિષય રહ્યો છે. જૈન દર્શનના અનુસાર આત્માઓ અનેક છે અને પ્રત્યેક શરીરની આત્મા અલગ છે. જો આત્માને એક માનવામાં આવે તો નૈતિક દૃષ્ટિથી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ જાય છે. એકાત્મવાદની સમીક્ષા : ૧. આત્માને એક માનવાથી બધા જીવોની મુક્તિ અને બંધન એક સાથે થશે. એટલું જ નહી પણ બધા
શરીરધારીઓની નૈતિક વિકાસ અને વિનાશની વિભિન્ન અવસ્થાઓ પણ યુગપદ હશે. પરંતુ એવું દેખાતું નથી, બધા પ્રાણીઓનો આધ્યાત્મિક અને નૈતિક વિકાસનો સ્તર અલગ-અલગ છે. એવું પણ માનવામાં આવે છે કે અનેક વ્યક્તિ મુક્ત થઈ ગયા છે અને અનેક હજી બંધનમાં છે. માટે આત્માઓ એક નહી અનેક છે. આત્માને એક માનવા પર વૈયક્તિક નૈતિક પ્રયાસોનું મૂલ્ય સમાપ્ત થઈ જશે. જો આત્મા એક જ છે તો વ્યક્તિગત પ્રયાસો અને ક્રિયાઓથી તેની મુક્તિ સંભવ નથી અને તે બંધનમાં પણ આવશે નહિ. આત્માને એક માનવાથી નૈતિક ઉત્તરદાયિત્વ તથા પુરસ્કાર અને દંડની વ્યવસ્થાનો પણ કોઈ અર્થ રહેતો નથી. સારાંશમાં આત્માને એક માનવાથી વૈયક્તિકતાના અભાવમાં નૈતિક વિકાસ, નૈતિક ઉત્તરદાયિત્વ અને પુરુષાર્થ આદિ નૈતિક પ્રત્યયોનો કોઈ અર્થ રહેતો નથી. માટે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે- સુખદુ:ખ, જન્મ-મરણ, બંધન-મુક્તિ આદિના સંતોષપ્રદ સમાધાન માટે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા
માનવી આવશ્યક છે.' સાંખ્યકારિકામાં પણ જન્મ-મરણ, ઈન્દ્રિયોની વિભિન્નતાઓ, પ્રત્યેકની અલગ-અલગ પ્રવૃત્તિ અને સ્વભાવ તથા નૈતિક વિકાસની વિભિન્નતાના આધાર પર આત્માની અનેકતા સિદ્ધ કરેલ છે. અનેકાત્મવાદની નૈતિક કઠિનાઈ :
અનેકાત્મવાદ નૈતિક જીવનના માટે વૈયક્તિકતાનું પ્રત્યય પ્રસ્તુત કરી દે છે, તેમજ અનેક આત્માઓ માનવા છતાં પણ નૈતિક કઠિનાઈઓ ઉત્પન્ન થઈ જાય છે. આ નૈતિક કઠિનાઈઓમાં પ્રમુખ એ છે કે નૈતિકતાનો સમગ્ર પ્રયાસ જે અહંના વિસર્જનના માટે છે તે જ અહં (વૈયક્તિકતા) ને જ આધારભૂત બનાવી લે છે. અનેકાત્મવાદમાં અહં ક્યારેય પણ પૂર્ણતયા વિસર્જીત થઈ શકતા નથી. આજ અહંથી રાગ અને આસક્તિનો જન્મ થાય છે. અહં તૃષ્ણાનું જ એક રૂપ છે. 'હું” પણ બંધન જ છે. જૈન દર્શનનો નિષ્કર્ષ :
જૈન દર્શને આ સમસ્યાનો પણ અનેકાંત દષ્ટિથી સુંદર હલ પ્રસ્તુત કરેલ છે. તેના અનુસાર આત્મા એક પણ છે અને અનેક પણ છે. સમવાયાંગ અને સ્થાનાંગસૂત્રમાં કહે છે કે આત્મા એક છે. અન્યત્ર જગ્યાએ તેને અનેક પણ કહેલ છે. ટીકાકારોએ આનું સમાધાન આ પ્રમાણે કરેલ છે - કે આત્મા દ્રવ્યાપેક્ષાથી એક છે અને પર્યાયાપેક્ષાથી ૧. વિશેષાવશ્યક ભાષ્ય, ૧૫૮૨
૨. સાંખ્યકારિકા, ૧૮ ૩. (ક) સમવાયાંગ, ૧/૧
૪. ભગવતીસૂત્ર, ૨૧ (ખ) સ્થાનાંગસૂત્ર, ૧/૧
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org