________________
૩. મૂર્ત અને અમૂર્ત લક્ષણનાં આધારે દ્રવ્યોનું વર્ગીકરણ
દ્રવ્ય
મૂર્ત (રૂપી)
અમૂર્ત (અરૂપી)
પુદ્ગલ
જીવ ધર્મ અધર્મ આકાશ કાળ દ્રવ્યોના વર્ગીકરણ બાદ પદ્રવ્યોના સ્વરૂપ અને લક્ષણ ઉપર પણ વિચાર કરવો આવશ્યક છે. જીવદ્રવ્ય :
જીવ દ્રવ્યનું સ્થાન અસ્તિકાય વર્ગના અતંર્ગત આવે છે તથા જીવ દ્રવ્યનું લક્ષણ ઉપયોગ અથવા ચેતના માનવમાં આવે છે. માટે તેને ચેતન દ્રવ્ય પણ કહેવાય છે. ઉપયોગ અથવા ચેતના આ બે પ્રકારોની ચર્ચા આગમોમાં પણ મળે છેનિરાકાર ઉપયોગ અને સાકાર ઉપયોગ આ બન્નેને ક્રમશઃ દર્શન અને જ્ઞાન કહેવાય છે. નિરાકાર ઉપયોગ સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે માટે તેને દર્શન કહેવાય છે અને સાકાર ઉપયોગ વસ્તુના વિશેષ સ્વરૂપને ગ્રહણ કરે છે માટે તેને જ્ઞાન કહેવાય છે. જીવ દ્રવ્યના સ્વરૂપમાં જૈન દર્શનની વિશેષતા એ છે કે જીવ દ્રવ્યને એક અખંડ દ્રવ્ય ને માનતા અનેક દ્રવ્ય મનાય છે. આ પ્રમાણે પ્રત્યેક જીવની સ્વતંત્ર સત્તા છે અને વિશ્વમાં જીવોની સંખ્યા અનન્ત છે. આ પ્રમાણે સંક્ષેપમાં જીવ અસ્તિકાય, ચેતન, અરૂપી અને અનેક દ્રવ્ય છે. જીવને જૈન દર્શનમાં આત્મા પણ કહેવાય છે. અહીં આત્માના સંબંધમાં કેટલાક મૌલિક પ્રશ્નોનો વિચાર કરવામાં આવે છે. આત્માનું અસ્તિત્વ :
જૈન દર્શનમાં જીવ કે આત્માને એક સ્વતંત્ર તત્વ કે દ્રવ્ય માનવામાં આવે છે. જો કે આપણી સામે આધ્યાત્મિક જીવનનો પ્રશ્ન છે માટે આત્માના અસ્તિત્વ પર શંકા કરવી અસંભવ છે. જૈન દર્શનમાં આધ્યાત્મિક વિકાસની પહેલી શર્ત આત્મ-વિશ્વાસ છે. વિશેષાવશ્યક ભાષ્યના ગણધરવાદમાં આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે નીચેના મુદ્દા આપવામાં આવ્યા છે -
(૧) જીવનું અસ્તિત્વ જીવ શબ્દથી સિદ્ધ છે, કારણ કે અસદની કોઈ સાર્થક સંજ્ઞા જ બનતી નથી.' (૨) જીવ છે કે નહી, તેનો વિચાર માત્ર જ જીવની સત્તાને સિદ્ધ કરે છે, જેમકે- દેવદત્ત જેવું સચેતન પ્રાણી
જ એવું વિચાર કરી શકે છે કે તે સ્તન્મ છે કે પુરૂષ. (૩) શરીર હોવા છતાં જે એમ વિચારે કે હું નથી” તે જ જીવ છે. જીવ સિવાય સંશયકર્તા બીજો કોઈ નથી.
જો આત્મા જ ન હોય તો તેની કલ્પનાનો પ્રાદુર્ભાવ જ કેવી રીતે હોય કે હું છું ?” જે નિષેધ કરે છે તે સ્વયં જ આત્મા છે. શંકાના માટે કોઈ એવા તત્વના અસ્તિત્વની અનિવાર્યતા છે કે તેનો આધાર હોય. આધાર વગરના કોઈ વિચાર કે ચિંતન સંભવ થઈ શકે નહિ. સંશયનો આધાર કોઈ ન કોઈ જરૂર હોવો જોઈએ. મહાવીરે ગૌતમને કહે છે - હે ગૌતમ ! જો કોઈ સંશયકર્તા જ ન હોય તો "હું છું” કે “નથી” એ શંકા ક્યાંથી ઉત્પન્ન થાય ? જો તમે પોતાના જ વિષયમાં સંદેહ કરી શકો છો તો પછી બીજામાં સંશય કેમ ન થાય ? કારણ કે સંશય આદિ જેટલી પણ માનસિક અને બૌદ્ધિક ક્રિયાઓ છે તે બધી આત્માના જ કારણે છે. જ્યાં સંશય થાય છે ત્યાં આત્માનું અસ્તિત્વ અવશ્ય સ્વીકારવું પડે છે. એ જ પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ છે, તેને સિદ્ધ કરવા માટે કોઈ અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આત્મા સ્વયં સિદ્ધ છે કારણ કે તેના આધારે જ સંશયાદિ ઉત્પન્ન થાય છે. સુખ દુઃખાદિને સિદ્ધ કરવા માટે પણ અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. તે બધુ આત્માથી જ થઈ શકે છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે જેના દ્વારા જાણી શકાય છે તે જ આત્મા છે.
૧. વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૭૫ ૨. તેજ ૧પ૭૧
૩. જૈન દર્શન પૃ. ૧૫૪ ૪. આચારાંગસૂત્ર ૧/પ/પ/૧૬૬
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org